For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાપીમાં બેંકે સીલ કરેલા બંગલામાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ

12:22 PM Oct 03, 2025 IST | Bhumika
વાપીમાં બેંકે સીલ કરેલા બંગલામાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ

એટીએસ અને એસઓજીનું સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સફળ ઓપરેશન, રૂા.25 કરોડનું એમ.ડી. ડ્રગ્સ કબજે

Advertisement

પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા શખ્સ સહિત પાંચની ધરપકડ, વાપીમાં ડ્રગ્સ બનાવી અલગ અલગ જગ્યાએ કરતા હતા સપ્લાય

ડ્રગ્સ સહિતના નશીલા દ્રવ્યોના ઉત્પાદન અને હેરાફેરી માટે કુખ્યાત બનેલા ગુજરાતમાંથી વધુ એક વખત રૂા.25 કરોડનું એમ.ડી.ડ્રગ્સ ઝડપાયું છે. વાપીમાં બેંકે સીલ કરેલા એક આલિશાન બંગલામાં ડ્રગ્સનું ધમધમતું કારખાનું એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ અને એસ.ઓ.જી.એ ઝડપી લીધું છે અને સ્થળ પરથી પાંચ કિલો એમ.ડી.ડ્રગ્સ સાથે પેરોલ જમ્પ કરી ફરાર થયેલા શખ્સ અને તેના પુત્ર સહિત પાંચ શખ્સોની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે.

Advertisement

વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એમડી (MD) ડ્રગ્સનું કારખાનું ઝડપાયું છે. પેરોલ જમ્પના આરોપી અને તેના પુત્ર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ (ATS) અને એસઓજી (SOG)ની ટીમે પાડેલા દરોડામાં 5 કિલોથી વધુનું એમડી ડ્રગ્સ પકડાયું છે, જેની બજાર કિંમત આશરે રૂૂપિયા 25 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

પોલીસના પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કારખાનામાં ડ્રગ્સ તૈયાર કરીને અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અલગ-અલગ જગ્યાએ સપ્લાય થતું હોવાની માહિતી ગુજરાત એટીએસને મળી હતી અને કાર્યવાહી કરવામાં આવી છે, પૂછપરછમાં મોટા નામ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, વલસાડ SOGની ટીમ સાથે ATSએ સંયુકત ઓપરેશન પાર પાડયું છે. તો મોટા નામો કયા સામે આવે છે તે જોવાનું રહ્યું.

વાપી પોલીસ ઊંઘતી રહી અને ગુજરાત ATS પહોંચી ગઈ હતી. વાપીના પોશ વિસ્તાર ગણાતા ચલામાં એક બંગલામાં છાપો માર્યો છે અને મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડયું છે, પાંચ લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ પણ શરૂૂ કરવામાં આવી છે, ગઈકાલે સાંજે ગુજરાત એટીએસએ દરોડા પાડયા હતા, એમડી ડ્રગ્સ લાવીને તેને સપ્લાય કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, તો ગુજરાતમાં કયા કયા જિલ્લામાં આ ડ્રગ્સને સપ્લાય કરવામાં આવતું હતુ તેને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જે બંગલામાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ છે તે બંગલો બેંક દ્વારા સીલ કરવામાં આવ્યો હતો ત્યારે જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસી છુટેલ શખ્સ સહિતનાં લોકોએ આ બંગલામાં ઘુસણખોરી કરી હતી અને ઓર્ડર મુજબ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં એમ.ડી.ડ્રગ્સ સપ્લાય કરતાં હતાં.

ગૃહમંત્રીની હાજરીમાં ભરૂચમાં રૂા.381 કરોડના ડ્રગ્સનો નાશ
નશા-મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત કરવાના ભાગરૂૂપે ગઇકાલે ભરૂૂચમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં ₹ 381 કરોડથી વધુની કિંમતના 8,000 કિલોગ્રામથી વધુના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નનશા-મુક્ત ગુજરાતથ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂૂપે, રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ભરૂૂચ ખાતે એક ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીંના કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹ 381 કરોડથી વધુની કિંમતના, 8,000 કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાશે, જે અંતર્ગત જામીન પર છૂટેલા 2640 જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર 1978 પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement