મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ, 11.69 લાખના પોષ ડોડા સાથે ટ્રક ઝડપાયો
સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર એસઓજીની ટીમે મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ કરી રૂા. 11.69 લાખની ક્મિતના 389 કિલો 800 ગ્રામ પોષ ડોડા ભરેલા ટ્રક ઝડપી પાડી ચાલકની શોધખોળ શરૂ કરી છે. એસઓજીએ રૂા. 32.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક ગેરકાયદેસર નશાકારક પોષડોડાની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજીની ટીમે વોચ ગોઠવી ટ્રક નંબર આરજે 39 જીએ 2029ને અટકાવ્યો હતો ત્યારે ચાલક ફરાર થઈ ગયો હતો આ ટ્રકમાં તપાસ કરતા મકાઈના આડમાં નશાકારક પોષ ડોડાનો જથ્થો મલી આવ્યો હતો. એસઓજીએ રૂા. 11.69 લાખની કિંમતનો 389 કિલો અને 800 ગ્રામ પોષ ડોડાનો જથ્થો તથા ટ્રક સહિત 2.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મકાઈના દાણાની બોરીમાં આ 400 જેટલા બોરીમાં પોષ ડોડા છુપાવવામાં આવ્યા હતાં. આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે એસઓજીએ વધુ તપાસ શરૂ કરી છે.
જિલ્લા પોલીસવડા ગિરિશ પંડ્યાની સૂચનાથી એસઓજીના પીઆઈ બી.એચ. શીંગરખિયા સાથે પીએસઆઈ એન.એન. ચૂડાસમા, એન.એ. રાયમા, એએસઆઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, અશ્ર્વિનભાઈ, અનિરુદ્ધસિંહ ખેર, અનિરુદ્ધસિંહ બી ઝાલા, રવિરાજભાઈ, બળદેવસંગ, બલભદ્રસિીંહ અને અશ્ર્વિનભાઈ વાઘેલાએ કામગીરી કરી હતી.