જસદણમાં 4.30 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડ
જસદણના માર્કેટીંગ યાર્ડ પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.4.30,800 વિદેશી દારૂૂ તથા ટીનના જથ્થા સાથેનો ટ્રક પકડી પાડી રૂૂ.9,35,800 નો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી હતી આ દારૂૂ મંગાવનારમાં ગોંડલના બુટલેગરનું નામ ખુલ્યું છે.
રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા જીલ્લામાં દારૂૂ-જુગારની બદીને નાબુદ કરવા માટે આપેલ સુચના આધારે એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરાની ટીમે જસદણ વિછીયા બાયપાસ રોડ નવા માર્કેટીંગ યાડથી આગળ હાઇવે રોડ ઉપરથી ટ્રક નંબર જીજે-03-બીઝેડ-0635ને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂૂ.3.18 લાખની વિદેશી દારૂૂની કુલ બોટલો નંગ-636 અને રૂૂ.1.12 લાખના 1128 નંગ બીયર ટીન મળી આવ્યા હતા.એલસીબીની ટીમે ગોંડલ વોરા કોટડા રોડ ઉપર રહેતા ચાલક ઇમ્તીયાજ કાદરભાઇ મકરાણી (ઉવ.32) ની ધરપકડ કરી રૂૂ. 9.35 લાખનો મુદ્દમાલ કબજે કરી પુછપરછ કરતા આ દારૂૂ ગોંડલ મોટી બજારમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇંડો મેમણનો હોવાનું ખુલ્યું હતું જેની ધરપકડ માટે એલસીબીની ટીમે તપાસ શરુ કરી છે. કઈઇના પી.આઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ અને ટીમના બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમિત સિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ ખાલ, અનિલ ભાઇ ગુજરાતી, જીતેન્દ્રભાઈ ગોહિલ, ધર્મેશભાઇ બાવળીયા, મથુરભાઇ વાસાણી, ભોજાભાઇ ત્રમટા, પ્રકાશભાઈ પરમાર, મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશ ભાઈ જમોડ, ધનશ્યામ સિંહ જાડેજાએ કામગીરી કરી હતી.