સિહોરમાં ડબલ મર્ડરની ઘટના: ઝઘડો કરતા દંપતીને પાડોશીએ કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખ્યું
ભાવનગર જિલ્લાના સિહોર નજીક કનિવાવ ગામે ઈંટો ના ભઠ્ઠા પર ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. ઇંટ ના ભઠ્ઠા પર કામ કરતા મુળ નવસારી ના પતિ પત્ની પોતાની ઓરડી માં ઝઘડો કરતા હતા ત્યારે બાજુમાં રહેતા યુવાને ઝઘડો નહીં કહેવાનું કહેતા આ પતિ પત્ની તેની સાથે પણ ઝઘડો કરવા લાગતા ઉશ્કેરાઈ જઈ પાડોશી યુવાને કુહાડી વડે પતિ પત્ની ઉપર આડેધડ ઘા ઝીંકી દઈ પતિ- પત્ની બંને ની હત્યા કરી નાખી દાસી છૂટ્યો હતો. બનાવવાની જાણ થતા જ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી.
બેવડી હત્યા આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના શિહોર પાસે આવેલ કનીવવ ગામ માં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મૂળ મહેસાના ગામના વતની મજુર દંપતી રામુભાઈ નટુભાઈ હળપતિ ઉ. વ.25 તથા તેના પત્ની લક્ષ્મીબેન રામુભાઈ હળપતિ ઉ. વ.23 પોતાની ઓરડીમાં ગઈ મોડી રાત્રી દરમિયાન ઝઘડો કરતા હોય તેની બાજુમાં રહેતા નવસારી ના જ મજુર યુવાન અમિત નાયકા એ આ પતિ પત્નીને ઝઘડો નહીં કરવા જણાવ્યું હતું. આથી રમુભાઈ તેની સાથે પણ ઝઘડો કરવા લાગતા ઉસકી રહી છે પાડોશી યુવાન અમિત રાયકા એ બાજુમાં પડેલ કુહાડીથી રામુભાઈ અને તેની પત્ની લક્ષ્મીબેન ઉપર કુહાડીના ઉપરા છાપરી ઘા ઝીંકી દઈ બંનેની ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યો હતો.
આ બનાવવાની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે નેસડા ગામે રહેતા અને ઈંટોનો ભઠ્ઠો ચલાવતા વિજયભાઈ ઉઠેલ લાલાભાઇ એ સિહોર પોલીસ સ્ટેશનમાં મજૂર દંપતિની હત્યા અંગે અમિત નાયકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.