વીરપુરના ઉમરાળી ગામની સીમમાં ખોડિયાર મંદિરમાંથી દાન પેટીની ચોરી
વીરપુરનાં ઉમરાળી ગામની સીમમા આવેલા ગાળા વાળા ખોડીયાર માતાજીનાં મંદિરમા તસ્કરો ત્રાટકયા હતા. અને મંદિરમાથી બે દાનપેટી ચોરી ગયા હતા. આ મામલે વીરપુર પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. ચોરી કરનાર બંને શખસો સીસીટીવીમા કેદ થઇ ગયા હોય જેની પોલીસે શોધખોળ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરનાં ઉમરાળી ગામે રહેતા કેતનભાઇ કુરજીભાઇ ટીંબળીયાએ આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી છે ફરીયાદમા જણાવ્યા મુજબ વીરપુરનાં ઉમરાળી ગામની સીમમા આવેલા ગાળા વાળા ખોડીયાર માતાજીનાં મંદિરમા ગત તા. 28 નાં રાત્રીનાં 4 વાગ્યે બે શખસો ઘુસ્યા હતા.
મંદિરમા ચોરી કરવાનાં ઇરાદે આવેલા બે શખસોએ મંદિરમા અલગ અલગ સ્થળોએ રાખેલા બે દાન પેટી તોડી તેમાથી આશરે 4 હજારની રોકડ ચોરી ગયા હતા. દાન પેટીમા રોકડની ચોરી કરનાર બંને શખસો સીસીટીવીમા કેદ થઇ ગયા હતા આ મામલે વીરપુર પોલીસમા ફરીયાદ નોંધાતા વીરપુર પોલીસ મથકનાં કે. જે. ચાચાપરા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો . અને આ મામલે ચોરીની ફરીયાદ નોંધીને સીસીટીવીમા કેદ થયેલા બંને શખસોની ઓળખ મેળવવા માટે તપાસ શરુ કરી છે.