રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલમાં કૂતરાંઓનો આતંક: 57 વ્યક્તિને બચકા ભર્યાં

12:34 PM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સરકારી હોસ્પિટલમાં રસીનો સ્ટોક ખલાસ, દર્દીઓને રાજકોટ રીફર કરાયા

ગુનાખોરી માટે ગોંડલ પહેલાથી બદનામ છે.હવે શેરી ગલી કે રાજમાર્ગોપર રખડતા કુતરાઓ આતંક મચાવી રહ્યા હોય ગોંડલ ચર્ચા માં છે.છેલ્લા બે દિવસ માં 57 લોકોને કુતરાઓ કરડી ગયાની ઘટનાઓ બનીછે.બાજી બાજુ સરકારી હોસ્પિટલ માં હડકવાની રસી નો સ્ટોક ખલાસ હોય ભોગ બનનાર ને રાજકોટ રીફર કરાઇ રહ્યાછે.નગરપાલિકા તંત્ર આતંકી બનેલા કુતરાઓ ને જબ્બે કરી લોકોને સલામત બનાવે તેવી માંગ ઉઠવા પામીછે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા બે દિવસ થી શહેર માં રસ્તે જતા રાહદારીઓ કે શેરી ગલીઓ માં રમતા બાળકો પર આતંકીઓની માફક કુતરાઓ ત્રાટકી બચકા ભરી લેતા હોય લોકો ભયભીત બન્યાં છે.

છેલ્લા બે દિવસ માં 57 લોકો ભોગ બન્યા છે.આજે સાંજે બેથી અઢી વર્ષ નાં બાળક ને કુતરાઓ શરીર પર બચકા ભરી લોહીલુહાણ કરી મુકતા તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા. શહેર નાં આશાપુરા સોસાયટી,અક્ષરધામ સોસાયટી, જીનપ્લોટ વિસ્તાર સહિત કુતરાઓ એ રીતસર નો આતંક મચાવ્યો હોય અનેક લોકો ભોગ બન્યા હતા.

રાજમાર્ગોપર કે શેરીગલીઓ પર પસાર થતા રાહદારીઓ તથા બાઇક ચાલકો પાછળ કુતરાઓ દોડી બચકા ભરી લેતા હોય તેવી ઘટનાઓ બની રહીછે.

સરકારી હોસ્પિટલ માં એન્ટી રેબીસ ઇન્જેક્શન નો ચાર માસ થી ખલાસ હોય હડકાયા કુતરાનો ભોગ બનેલા દર્દી ને હોસ્પિટલ તંત્ર દ્વારા રાજકોટ ધકેલી દેવાય છે.આ અંગે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડે આરોગ્યમંત્રી તથા આરડીડી વિભાગ ને તાકીદે ટેલીફોનિક રજુઆત કરી ઇન્જેક્શન નો સ્ટોક મોકલવા જણાવ્યું હતુ.

લોકો ગુનાખોરીનો ભોગ બનેતો પોલીસ ને જાણ કરતાં હોય છે.પણ બેફામ બનેલા કુતરાઓ નાં ત્રાસ અંગે કોને કહેવું? તેવા સવાલ સાથે નગરપાલિકા તંત્ર બેફામ બનેલા કુતરાઓ ને પકડવા પગલા ભરે તેવી લોકમાંગ પ્રબળ બની છે. વરસો પહેલા નગર પાલિકા પાસે પાંજરા સહિત ની સુવિધા હતી.પણ હાલ કુતરાઓ ને નાથવાનો કોઇ ઉકેલ નથી. માત્ર બે દિવસ નો આંકડો સતાવને પંહોચ્યો છે.અને રોજબરોજ કુતરા કરડવાના કેસ બની રહ્યા હોય આંકડો ક્યાં પંહોચશે તેવા સવાલો ઉઠી રહ્યાછે.

Tags :
crimedogDog terrorgondalgujarat
Advertisement
Next Article
Advertisement