હળવદના ડોકટરને લોભામણી લાલચ આપી રૂા. 48.14 લાખની છેતરપિંડી
મોરબી જીલ્લામાં રહેતા વેપારીઓ તેમજ અનેક અન્ય લોકો ફ્રોડ આચરતા ઠગોના શિકાર બની ચુક્યા છે ત્યારે હળવદના એક ડોક્ટર પણ આ ઠગોની ઝપટે ચડી ગયા છે જેમાં ડોક્ટરને આરોપીઓએ ફેસબુક મેસેન્જર આઇડી ઉપરથી ડોક્ટરને સ્ટોક એક્સચેન્જમા રોકાણ કરવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબર મોકલી તેમા રોકાણ કરવી તથા સર્વીસ ટેક્ષ લગાડી આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્જેકશન કરી કુલ રૂૂ. 48,14,000 ની ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ સરા રોડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીમાં રહેતા ડોક્ટર ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (ઉ.વ.39) એ આરોપી દીપક મલ્હોત્રા, રોહીત સહિત ચાર શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ફેસબુક મેસેન્જર Irina Fedorova આઈ.ડી ઉપરથી સ્ટોક એકસચેન્જમા રોકાણ કરવા અંગેની જાણકારી આપી ફરીયાદીને રોકાણ કરવામા રસ જાગતા ફરીયાદીને વિશ્વાસમા લઈ આરોપીઓએ Y96 SIG Customer Service વ્હોટસએપ ગૃપ બનાવી તેમા એડ કરી આરોપીઓ પૈકી આરોપી દીપક મલ્હોત્રાએ જુદી જુદી લોભામણી લલચામણી સ્કીમો સમજાવી રોહીતસિંધ ગૃપ એડમીનને અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમા રૂૂ.43,55,000/- નુ રોકાણ કરાવી ફરીયાદી પોતાની રકમ વિથડ્રો કરવા જણાવતા સર્વિસ ટેક્ષના રૂૂ.4,59,000/- અલગ એકાઉન્ટમા ઉપરોક્ત આરોપીઓએ ટ્રાન્જેકશન કરાવી કુલ રૂૂ.48,14,000/- ની રકમની ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 316(2), 318(4), 319(2), 3(5), 61(2) તથા આઇ.ટી એકટ કલમ 66(સી) તથા 66(ડી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી