ભુવા ફૂડ એન્ડ બેવરેજીસના ડાયરેક્ટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની જેલ
ગોંડલની પ્યોર પેટ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ખરીદ કરવામાં આવેલી પ્લાસ્ટિકની વસ્તુ ની ચુકવણી પેટે આપેલા 6.77 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં ભુવા ફૂડ એડ બેવરેજિસના ના ડાયરેક્ટરને એક વર્ષની સજા અને વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ગોંડલ સ્થિત પ્યોર પેટ ઇડસ્ટ્રીઝ પાસેથી પભૂવા ફૂડ એંડ બેવરેજીસ ઓ. પી. સી. પ્રા. લી. એ પેટ પ્રીકોમસ્ત્રસ્ત્ર નામનું પ્લાસ્ટિકની ખરીદી કરી હતી. રૂૂપિયા ચૂકવવા માટે કંપનીના ડાયરેક્ટર પ્રકાશભાઈ ડી. ભૂવા એ રૂૂા. 6,77,205 નો ચેક લખી આપેલો. જે ચેક ફરિયાદી બેન્ક માં જમા કરાવતાં નસ્ત્રવસૂલાત વગર પરત કરેલ. જેમાં કાયદાની જોગવાઈ મુજબ ડિમાંડ નોટિસ આરોપીને બજવવામાં આવેલી હતી. જે નોટિસ આરોપી ને મળી જવા છતાં આરોપી દ્વારા યેક મુજબની રકમ ફરિયાદીને ન ચૂકવતાં અંતે અદાલત સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલો હતો.અદાલત દ્વારા કાયદા મુજબ ના સિદ્ધાંત અને ફરિયાદીના વકીલ અભિષેક એન. શુક્લા અને જય ડી. બરદાના દ્વારા કરેલ દલીલ અને ઉચ્ચ ન્યાયાલય ના ચુકાદાને ધ્યાને રાખી ને આરોપી કંપની પભૂવા ફૂડ એડ બેવરેજીસ ઓ. પી. સી. પ્રા. લી. ના ડાયરેક્ટર પ્રકાશભાઈ ડી. ભૂવા ને વર્ષ ની કેદ ની સજા અને રૂૂા. 6,77,205 વળતર ચૂકવવાનો હુકમ ફરમાવેલો છે. વળતર ચૂકવવા માં કસૂર ઠરે તો વધુ 6 માસની કેદ ની સજા નો હુકમ અદાલત દ્વારા કરવામાં આવેલો છે.
આ કામના ફરિયાદી-પ્યોર પેટ ઇંડસ્ટ્રીઝ વતી શુક્લા લીગલ સર્વિસીસની સિનિયર એડવોકેટ નલીનકુમાર કે. શુક્લા, અભિષેક એન. શુકલા, ભરત ટી. ઉપાધ્યાય. જય એન શુક્લા, જય ડી. બરદાના, અજય કે, પરમાર, દર્શિત સી. પાટડિયા, ભાગવી એમ. પંડયા, મિતલ આર. ખખ્ખર, અજય એન. રાઠોડ, વિશ્વરાજસિંહ કે. ગોહિલ, અવનિ એસ. બાપત્ત અને સહાયક તરીકે ભુવન કે. ડાંગર તથા નિકેત એસ. જોષી રોકાયા હતા.