ફરી ડાયરાનો ડખો, કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં હુમલો
છાસવારે વિવાદમાં આવતા કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં વધુ એક વખત હુમલાની ઘટનાબની છે જો કે, આ કારમાં દેવાયત ખવડ સવાર ન હોવાનું બહાર આવ્યું છે. કારમાં તોડફોડ મામલે ચાંગોદર પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાયેલ છે.
ગઈકાલ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજર રહેવા ડીલ કરી હતી. આયોજકે હાજર રહેવા માટે રૂૂપિયા આપ્યા હતા. દેવાયત ખવડ સનાથલ અને સાણંદ પાસેના પ્રોગ્રામમાં હાજર રહેવાનો હતો. આ ઘટનામાં ચર્ચા એવી થઈ રહી છે કે, બે પ્રોગ્રામ પૈકી સનાથલ પાસેના પ્રોગ્રામમાં હાજર ન રહેતા આયોજકોમાં રોષ હતો અને કાર લેવા બીજા દિવસે પહોંચતા કાર પર હુમલો કરાયો હતો આ સમગ્ર ઘટનાના પગલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં કારના ડ્રાઈવરે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જો કે, પાછળથી દેવાયત ખવડે એક વીડિોય જાહેર કરી પોતે અમદાવાદમાં બન્ને કાર્યક્રમમાં હાજરી આપી હોવાનો અને પોતે સનાથલ ખાતેના કાર્યક્રમના પૈસા પણ લીધા નહીં હોવાનું જણાવ્યું હતું. તેણે જણાવેલ કે, તે સનાથલ ખાતે ડાયરાના કાર્યક્રમમાં હાજરી આપી રાત્રે 9:30 વાગ્યે અન્ય કાર્યક્રમમાં ગયા હતાં.