For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇ

11:42 AM Mar 10, 2025 IST | Bhumika
હળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇ

હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી જુદી બે કારમાંથી કુલ મળીને 400 લીટર ચોરી કરેલ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બે કાર સાથે પાંચ શખ્સોની 5.36 લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરી છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

હળવદ તાલુકા વિસ્તારમાં પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો દરમિયાન વનરાજસિંહ માવુભા અને દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ ને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના માથક પાસે રેડ કરી હતી ત્યારે ઇકો ગાડી નં જીજે 7 ડીડી 9459 તથા આઇ-20 નં જીજે 23 એ એન 4481 કારમાંથી જુદા જુદા 12 કેરબામાં 400 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બે કાર તથા ડીઝલ મળીને 5.36 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યાં પાંચ શખ્સોને પકડ્યા હતા અને તેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ડીઝલનો જથ્થો તેમણે મોરબી તાલુકાના લખધીરપુર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલા ટ્રકોમાંથી રાત્રિના સમયગાળા દરમિયાન ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી.હળવદ તાલુકા પોલીસ દ્વારા વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઈ પરમાર, પ્રદીપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર અને અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા રહે બધા કોટ લીંડોરા ગામ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા તેમજ કુલદીપસિંહ ભરતભાઈ લકુમ રહે. માથક તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement