For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવાયત ખવડે છ સાગરીતો સાથે મધરાત્રે કર્યુ સરેન્ડર

01:35 PM Sep 12, 2025 IST | Bhumika
દેવાયત ખવડે છ સાગરીતો સાથે મધરાત્રે કર્યુ સરેન્ડર

નીચલી કોર્ટેે આપેલા જામીન રદ કરતી વેરાવળ સેશન્સ કોર્ટ, સાત દિવસનાં રિમાન્ડ પણ મંજૂર

Advertisement

લોકડાયરાના મામલે ચાલતા વિવાદમાં તાલાલા ગીરના ચિત્રોડ ગામે ફોર્ચ્યુનર કાર કિયા ગાડી સાથે સામી અથડાવી અમદાવાદ સનાથલના ધ્રુવરાજસિંહને માર માર્યાની ફરિયાદમાં પકડાયેલા લોક ગાયક દેવાયત ખવડ સહિતના આરોપીઓના જામીન તાલાલા કોર્ટે મંજૂર કરવા સામેની અપીલમાં વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા કોર્ટનો જામીન મંજૂર કરવાનો હુકમ રદ કરી સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. સેસન્સ કોર્ટના હુકમના પગલે દેવાયત ખવડ પોતાના છ સાગ્રીતો સાથે મધરાત્રે તાલાલા પોલીસમાં સરેન્ડર થયો હતો.

આ કેસની હક્કિત મુજબ અમદાવાદ નજીકના સનાથલ ગામ ખાતે ગત તા.20 ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે વિવાદ ચાલતો હતો. તે દરમિયાન અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો તાલાલાના ચિત્રોડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હોવા અંગે ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું.

Advertisement

તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામ નજીક રેકી કરી દેવાયત ખવડ અને તેના માણસોએ તેમની ફોર્ચ્યુનર કાર કિયા ગાડી સાથે સામે અથડાવી અકસ્માત સર્જયો હતો. જેમાં અમદાવાદ સનાથલના ધ્રુવરાજસિંહને માર માર્યો હતો. જે અંગે તાલાલા પોલીસ મથકમાં દેવાયત ખવડ સહિતના શખ્સો વિરૂધ્ધ મારામારી અને લુંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદનાં આધારે ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડ સહિત 6ને દુધઈ ખાતેના તેના ફાર્મ હાઉસમાંથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેલ હવાલે રહેલા દેવાયત ખવડ સહિત સાત આરોપીઓને રિમાન્ડની માંગ સાથે પોલીસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સામે દેવાયત ખવડ સહિતના સાતેય આરોપીઓએ જેલ મુકત થવા તાલાલા ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી.

જે ચાલી જતાં તાલાલા કોર્ટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડની માંગ નામંજૂર કરી અને કેસના તમામ 7 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. નીચલી કોર્ટના હુકમ સામે પોલીસે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે વેરાવળ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ વેરાવળ કોર્ટે દેવાયત ખવડની નીચલી કોર્ટે મંજુર કરેલી જામીન અરજીનો હુકમ રદ કરી સાત દિવસના જામીન મંજુર કરતો આદેશ કર્યો છે. વેરાવળ સેસન્સ કોર્ટે દેવાયત ખવડની નીચેની કોર્ટે મંજુર કરેલી જામીન અરજી રદ કરતાં દેવાયત ખવડ અને તેના છ સાગ્રીતો મધરાત્રે તાલાલા પોલીસ મથકમાં હાજર થયા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement