For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીલી પરિક્રમામાં 137 શખ્સ સામે અટકાયતી પગલા અને 1712 શંકાસ્પદ ઝડપાયા

11:12 AM Nov 16, 2024 IST | Bhumika
લીલી પરિક્રમામાં 137 શખ્સ સામે અટકાયતી પગલા અને 1712 શંકાસ્પદ ઝડપાયા
Advertisement

ગરવા ગિરનાર ફરતે આ વખતે 11 નવેમ્બરના રોજ 42 કલાક વહેલી પરિક્રમા શરૂૂ થઈ હતી. જ્યારે વિધિવત લીલી પરિક્રમાનો પ્રારંભ દેવ ઉઠી અગિયારસ મંગળવારની મધ્યરાત્રીના થયો હતો.

42 કલાક વહેલી શરૂૂ થયેલી પરિક્રમાનું સમાપન પણ વહેલ થયું છે. પરિક્રમા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મિલકત સંબંધી ગુના ન બને તે હેતુસર સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું.

Advertisement

પરિક્રમા વખતે ભૂલા પડેલા 398 બાળક મહિલા સિનિયર સિટીઝનને પોલીસ દ્વારા શોધી તેમના પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું હતું. જ્યારે શી ટીમ દ્વારા 120 લોકોને શોધી અસરકારક કામગીરી કરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમ દ્વારા 137 અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા તેમજ 1772 શંકાસ્પદ શખ્સ તથા 76 પીધેલા સામે કાર્યવાહી કરવાની સાથે દારૂૂના 13 કેસ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક શાખાએ ટ્રાફિકને અડચણરૂૂપ 254 વાહનો ડ્રોઇંગ કરી ટ્રાફિક નિયમન કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement