ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળમાં 69.50 લાખની સામે 92.50 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ધમકી

12:52 PM Dec 27, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વેરાવળમાં વાણંદ કામ કરતા યુવકે દુકાન અને મકાન લેવા માટે પૈસાની જરૂૂરીયાત હોવાથી ચાર વર્ષ દરમ્યાન 11 વ્યાજખોરો પાસેથી કટકે કટકે રૂૂા.69.50 લાખની રકમ વ્યાજે લીધેલ જેની સામે મુદલ સહિત રૂૂા.92.50 લાખની રકમ ચુકવી દીધી હતી તેમ છતાં વ્યાજખોરો દુકાને આવીને પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા હોવાથી વાણંદ યુવક પોલીસના શરણે પહોંચ્યો હતો. ત્યારે સમગ્ર હક્કીત જાણીને પ્રથમ વખત પોલીસે એકી સાથે 11 વ્યાજખોરો સામે ગુનો નોંધી સાતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાકીના ચારની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળમાં કલબ રોડ ઉપર વાણંદની દુકાન ચલાવતા રજનીકાંત માવદિયાએ વર્ષ 2019 માં દુકાન લેવા માટે વ્યાજે પૈસા અમુક વ્યક્તિઓ પાસેથી લીધેલ તેમજ વર્ષ 2020 માં મકાન બનાવવા માટે ફાઈનાન્સમાંથી લોન લીધી હતી.

Advertisement

આ બંન્ને લોનના વ્યાજ ચુકવવા માટે વર્ષ 2019 થી 2023 દરમ્યાન (1) ધનસુખ સુયાણી પાસેથી કુલ 6 લાખ 3 ટકા વ્યાજે લીધેલ જેની સામે 9 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂૂા.27 લાખની માંગી રહેલ, (2) કાલીદાસ હીરાભાઈ હઈ પાસેથી 5 લાખ 3 ટકા લીધેલ જેની સામે 7 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂૂા.6.50 લાખ માંગી રહેલ, (3) કિશન વણીક પાસેથી 5 લાખ 4 ટકા લીધેલ જેની સામે 8 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂૂા.7.50 લાખ માંગી રહેલ, (4) અરવિંદ લાખા કોળી પાસેથી 7 લાખ 4 ટકા લીધેલ જેની સામે 10 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂૂા.12 લાખ માંગી રહેલ, (5) રમેશ જેઠા વાંદરવાલા પાસેથી 15 લાખ 6 ટકા લીધેલ જેની સામે 16 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂૂા.24 લાખ માંગી રહેલ, (6) જીતેન્દ્ર કાળા ગોહેલ પાસેથી 9 લાખ 4 ટકા લીધેલ જેની સામે 11 લાખથી વધુ ચુકવી દીધા હોવા છતાં મુદલની 9 લાખ અને વ્યાજ માંગી રહેલ, (7) સુરેશ દામોદર માવદિયા પાસેથી રૂૂા.21.50 લાખ 5 ટકા લીધેલ જેની સામે રૂૂા.24 લાખ ચુકવી દીધા હોવા છતાં મુદલ અને વ્યાજની રકમ બાકી માંગી રહેલ, (8) નિતીન દામોદર માવદિયા પાસેથી રૂૂા.5 લાખ 4.5 ટકા લીધેલ જેની સામે 5 લાખ વ્યાજ સાથે ચુકવી દીધા હોવા છતાં મુદલની રકમ માંગી રહેલ, (9) ઈશ્વર પીઠડ પાસેથી રૂૂા.1.5 લાખ 5 ટકા લીધેલ જેની સામે 1.50 લાખ વ્યાજ સાથે ચુકવી દીધા હોવા છતાં મુદલની રકમ માંગી રહેલ, (10) ચંદ્રેશ સુયાણી પાસેથી રૂૂા.4 લાખ 3.5 ટકા લીધેલ તેમને વ્યાજ સાથે મુદલની રકમ ચુકવી દીધા હોવા છતાં મુળ રકમની માંગણી કરી રહેલ, (11) ધર્મેશ ખારવા પાસેથી રૂૂા.3 લાખ 3.5 ટકા લીધેલ તેમને વ્યાજ સાથે મુદલની રકમ ચુકવી દીધા હોવા છતાં મુળ રકમની માંગણી કરી રહેલ છે. આ તમામ લોકો પાસેથી વર્ષ 2019 થી 2023 દરમ્યાન રજનીકાંતભાઈએ જુદા-જુદા સમયે જરૂૂરીયાત મુજબ કુલ રૂૂા.69.50 લાખ વ્યાજે લીધેલ જેની સામે અત્યાર સુધીમાં કુલ રૂૂા.92.50 લાખની રકમ ચુકવી દીધી છે.

તેમ છતાં તમામ શખ્સો વારંવાર રજનીકાંતની દુકાને તથા ઘરે જઈ તેમને મોબાઇલ ફોનમાં ધાક-ધમકીઓ આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ચેક રીટર્ન કરવાની ધમકી આપવાની સાથે પિતા-પુત્રોને મારવાની અને દુકાન બંધ કરાવી દેવાની ધમકીઓ આપી રહેલ હતા. આ ત્રાસથી કંટાળી જઈને રજનીકાંતભાઈ આત્મહત્યા કરવાનું વિચારી રહેલ ત્યારે તેમના મિત્રની મદદથી પીએસઆઈ કે.એન.મુછાળને રૂૂબરૂૂ મળીને ઉપરોકત સમગ્ર હક્કીત જણાવી હતી જેને લઈ ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ પ્રથમવાર એકી સાથે 11 વ્યાજખોરો સામે બીએનએસ અને નાણાં ધીરધારની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી સાત વ્યાજખોરોને ઝડપી લીધેલ જ્યારે બાકીના ચારને પકડવા તજવીજ હાથ ધરી છે.

વેરાવળમાં આજે પોલીસના સહયોગથી લોનમેળાનું આયોજન
જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જરૂૂરિયાતમંદ લોકોને આર્થિક સહાયતા મળી રહે તેવા હેતુસર લોનમેળાનું આયોજન કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ તા.27/12/2024 ના રોજ 11/30 થી 1/00 સુધી લોનમેળાનું આયોજન લોહાણા મહાજન વાડી, સટ્ટા બજાર વેરાવળ ખાતે કરેલ હોય જેમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવેલ છે.

Tags :
crimegujaratgujarat newsVeravalVeraval news
Advertisement
Advertisement