વીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યો
ચોરે મોબાઈલ માલિકના સગા સંબંધીઓને ફોન કરી પૈસાની માંગણી કરેલ
રાજકોટ જિલ્લાના વીરપુરમાંથી ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક તસ્કર માત્ર ચોરી કરીને અટકતો નથી, પરંતુ ચોરેલા મોબાઈલમાંથી જ તેના માલિકના સગા-સંબંધીઓને ફોન કરી પૈસાની માંગણી કરે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને હવે પોલીસ આ ચોરને શોધી રહી છે.
વીરપુરના ભુલેશ્વર નગર ખાતે રહેતા વિજયભાઈ કાનજીભાઈ ભાલાળા (ઉ.વ. 21) એ નવરંગ ગેસ્ટ હાઉસમાં નોકરી કરે છે. ગત તા. 22/10/2025 ના રોજ તેઓ રાત્રિના સમયે ગેસ્ટ હાઉસમાં ઓફ્સિની બાજુના રૂૂમમાં સૂતા હતા અને પોતાનો TECNO-1274 મોડેલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, કિંમત રૂૂ. 7000, પોતાના ઓશિકા નીચે રાખ્યો હતો,વિજયભાઈ વહેલી સવારે 6 વાગ્યે બાથરૂૂમ જવા માટે જાગ્યા હતા, ત્યારે તેમનો મોબાઈલ યથાવત હતો.
જોકે, તેઓ પરત આવીને ફરીથી સૂઈ ગયા હતા. બરાબર આ જ તકનો લાભઉઠાવી, સવારે 6:10 વાગ્યે એક અજાણ્યો શખ્સ ગેસ્ટ હાઉસમાં દાખલ થયો હતો અને વિજયભાઈના ઓશિકા નીચેથી સાવચેતીપૂર્વક મોબાઈલ સેરવીને રફુચક્કર થઈ ગયો હતો,જ્યારે ગેસ્ટ હાઉસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા, ત્યારે આ સમગ્ર ચોરીની ઘટના સ્પષ્ટપણે કેદ થયેલી જોવા મળી હતી. આ ગેસ્ટ હાઉસના કર્મચારીએ ચોરને પકડવાની આશાએ અથવા મોબાઈલ પરત મેળવવા માટે, ચોર દ્વારા જણાવ્યા મુજબ રૂૂ. 300 ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર પણ કર્યા હતા. જોકે, પૈસા મળ્યા બાદ પણ તસ્કરે મોબાઈલ પરત આપ્યો ન હતો.
આ ગંભીર અને અનોખા ચોરીના કેસમાં, વીરપુર પોલીસે તેમજ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ટીમે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલી ઓડિયો ક્લિપના આધારે આ શાતિર તસ્કરને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે.
