સગીર આરોપી સાથે અમાનવીય કૃત્ય કરનાર ACP, PI અને PSIને ડિસમિસ કરવા માંગ
પોલીસ તંત્રને માનવ અધિકાર અને નાબાલિક સુરક્ષા સંબંધિત તાલીમ આપવી જરૂરી
શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીર યુવક પર થયેલી અત્યાચાર બાબતે દોષિત પોલીસ અધિકારીઓને ફરજમાંથી ડિસ્મિસ કરીને તાત્કાલિક જેલ હવાલે કરવાની તથા ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનાહિત કાર્યવાહી હાથ ધરવાની મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીર વયના યુવક સાથે પોલીસ કર્મચારીઓએ અમાનવીય અને કાયદાના વિરુદ્ધ વર્તન કર્યું હોય પોલીસ સ્ટાફ દ્વારા યુવકને કસ્ટડીમાં રાખી તેની સાથે મારપીટ, વાળ ખેંચવા, માનસિક ત્રાસ તથા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું આ ઘટના કોઈ ઉચ્ચ અધિકારીના આદેશ હેઠળ થઈ હોય ત્યારે ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયર્વાહી કરવા તેમજ આ ઘટનામાં સંકળાયેલા તમામ ACP, PI, PSI તથા પોલીસ કર્મચારીઓને ફરજમાંથી તરત જ ડિસ્મિસ કરવામાં અને તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની સરકારી સુરક્ષા કે રાજકીય આશ્રય ન આપવામાં આવે તેવી માંગ સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ તંત્રમાં માનવ અધિકાર, નાબાલિક સુરક્ષા અને ન્યાયપાલિકા સંબંધિત ફરજિયાત તાલીમ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે તેવી માઈનોરીટી ચેરમેન અલ્તાફભાઈ ભગાડ અને અખ્તરભાઈ બ્લોચ દ્વારા માંગ કરવામાં આવી છે.