For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં RFOની નોકરી આપવાના બહાને 25 લાખની માગણી : 3 ઝડપાયા

12:28 PM Jan 13, 2025 IST | Bhumika
જૂનાગઢમાં rfoની નોકરી આપવાના બહાને 25 લાખની માગણી   3 ઝડપાયા

જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે. વન વિભાગમાં આરએફઓની સીધી નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી લાખો રૂૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

મુખ્ય આરોપી મુંબઈના આશિષ શાહુએ વન વિભાગની નકલી વેબસાઈટ બનાવી અને ડમી કોલ લેટર મોકલીને યુવાનોને છેતર્યા હતા. આરોપીઓએ એક ઉમેદવાર દીઠ 25 લાખ રૂૂપિયાની માગણી કરી હતી. ફરિયાદીઓ કાળાભાઈ સોલંકી, નાથાભાઈ સોલંકી, પરબતભાઈ પિઠીયા અને ખીમજીભાઇ સોલંકીએ તેમના પુત્રોની નોકરી માટે ગાંધીનગરના વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવીને રકમ આપી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દીપક સેનના મોબાઈલમાંથી ઇન્કમટેક્સ, પોસ્ટ ઓફિસ, રેલવે અને વન વિભાગ જેવા સરકારી વિભાગોના ડમી કોલ લેટર મળ્યા હતા. આશિષ શાહુ ઇન્દોર, મુંબઈ સહિત વિવિધ શહેરોમાં ઓફિસ બનાવી આ પ્રકારની છેતરપિંડી કરતો હતો.

Advertisement

વિસાવદરના નિકુંજ ભટ્ટ નામના યુવક પાસેથી પણ નોકરીના બહાને 14 લાખ રૂૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મધ્યપ્રદેશના દીપક સેન, વિનોદ ગઢવી અને બાબુભાઈ પટેલની ધરપકડ કરી કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સમગ્ર કૌભાંડનો ભાંડો વન વિભાગના ઉઈઋની કચેરી નજીક શંકાસ્પદ વ્યક્તિની હલચલથી ફૂટ્યો હતો.

જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું કે જૂનાગઢ સરદારબાગ નજીક વન વિભાગના ડીસીએફની કચેરી આવેલી છે. જ્યાંથી આરએફઓ એ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી કે વન વિભાગ ની ઓફિસે કોઈ શંકાસ્પદ વ્યક્તિ હલનચલન કરી રહી છે. જેને લઇ શ્રી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વત્સલ સાવજ વન વિભાગ કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં મધ્યપ્રદેશનો દીપક શ્યામલાલ સેન આ કચેરીએ આરએફઓના ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યો હતો તેવું પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારે મધ્યપ્રદેશના આ ઈસમ સાથે કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.ફરિયાદી નાથાભાઈ સોલંકી અને પરબતભાઈ પિઠીયાએ ₹4,50,000 તેના દીકરાને સીધી આરએફઓની નોકરી મળે તે માટે આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે.આ બાબતે ફરિયાદી કાળાભાઈ કરસનભાઈ સોલંકી, નાથાભાઈ સોલંકી અને પરબતભાઈ પિઠીયા અને ખીમજીભાઇ સોલંકીએ તેઓના દીકરાઓ માટે આરએફઓ ની સિધી નોકરી માટે 25 લાખ રૂૂપિયા ગાંધીનગરના વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવીને આપ્યા હતા. તેમજ વિનય ગઢવી સાથે ઓળખાણ કરાવનાર ધનજીભાઈ રાંક સાથે સંપર્કમાં આવ્યા હતા. આ મામલે ડિવિઝન પોલીસે દીપક શ્યામલાલ સેનનો મોબાઈલ તપાસતા તેમાંથી અલગ અલગ વિભાગના ડમી કોલલેટર મળી આવ્યા હતા. જેમાં ઇન્કમટેક્સ, પોસ્ટ ઓફિસ રેલવે વિભાગ ,વન વિભાગ ,જેવા સરકારી વિભાગોના ડમી કોલ લેટર મળી આવ્યા હતા. આ છેતરપિંડી કરનાર ગેંગ નો મુખ્ય સૂત્રધાર મુંબઈનો આશિષ શાહુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિપક સેન્ડ દ્વારા પોલીસને જણાવ્યા મુજબ આશિષ શાહુ ઇન્દોર મુંબઈ તેમજ અલગ અલગ શહેરોમાં પોતાની ઓફિસ બનાવી દિપક સેન જેવા લોકોને તેની સાથે રાખી અલગ અલગ જગ્યાએ છેતરપિંડી કરવા ઇન્ટરવ્યૂ લેવા મોકલતો હતો.

આશિષ શાહ વન વિભાગની ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી લોકોને છેતરવા આરએફઓના ડમી કોલ લેટરો મોકલતો હતો. પોલીસે દીપકસેનને ઝડપી તેના મોબાઈલની તપાસ કરતા નોકરી અપાવવાની લાલચ આપતા મધ્યપ્રદેશના દીપક સેન, વિનોદ ઉર્ફે વિનોદ બાબુલાલ ગઢવી, અને બાબુભાઈ ધનજીભાઈ પટેલ નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી પકડાયેલ આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement