વેરાવળ તાલુકામાં ટેકાના ભાવે પાકની થતી ખરીદીની ગાઇડ લાઇનમાં છૂટછાટ આપવા માંગ
સરકાર દ્વારા કરવામાં આવતી મગફળી તથા સોયાબીનની ટેકા ના ભાવે ખરીદીમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી તથા સોયાબીનને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયેલ હોય તેવામાં માર્કેટમાં ખૂબ જ નીચા ભાવ હોય જેથી કરીને ખેડૂતો પોતાની મગફળી તેમજ સોયાબીન ટેકાના ભાવથી થતી ખરીદીમાં વેચવા માટે આવતા હોય જેમાં ખેડૂતોના માલમાં નાફેડ દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈનમાં છૂટછાટ આપવામાં આવે તો તમામ ખેડૂતોની મગફળી તોલાઈ જાય એમ છે.
અને ખરીદી કરતી એજન્સીને ખેડૂતો નો વિરોધનો સામનો ના કરવા પડે તો તે બાબતે આપ વિનંતી કરીએ છીએ કે ઉપરોક્ત ગાઈડલાઈનની બાબતમાં છૂટછાટ આપવા અમારી ભલામણ સાથે વિનતિ કરવામાં આવે આ બાબતે ટેકા ના ભાવે ખરીદી કરતી 10 મંડળીઓ મંત્રી ઓ દ્વારા કલેકટરને લેખિત મા રજુઆત કરવામાં આવેલ છે તેમ કાજલી મંડળી ના મંત્રી દેવગીરી અપારનાથી બાપુ ની યાદી મા જણાવવામાં આવેલ છે