ટંકારાના લજાઇ ગામે શ્રમિકો વચ્ચે થયેલ મારા મારીમા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો
બે દિવસ પૂર્વે બોલાચાલી થતા યુવકને લોખંડના હૂંક ઝીંકી દેતા ઘટના ઘટી; આરોપી સકંજામાં
ટંકારાનાં લજાઇ ગામે આવેલા કારખાનામા કામ કરતા મુળ બીહારનાં પિન્ટુ વર્મા નામનો ર5 વર્ષનો યુવાન ગત તા. 27 નાં રોજ કારખાનામા ઇજાગ્રસ્ત હાલતમા મળી આવતા તેને લોહી લુહાણ હાલતમા તાત્કાલીક સારવાર માટે મોરબી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયા તેની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
જયા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે મોત નીપજતા શ્રમીક પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમીક તપાસમા મૃતક પિન્ટુ વર્મા મુળ બીહારનો વતની છે . અને લજાઇ ગામે આવેલા કારખાનામા કામ કરતો હતો . 10 દીવસ પુર્વે કારખાનામા મજુરી અર્થે આવેલા ઉતરપ્રદેશનાં અંગત નામનાં શ્રમીક સાથે બોલાચાલી થતા અંગતે લોખંડનાં હુક વડે હુમલો કરી ખુની ખેલ ખેલ્યો હોવાનુ જાણવા મળ્યુ છે . પોલીસે આરોપીને સકંજામા લઇ વધુ તપાસ હાથ ધરી છે.