જૂનાગઢમાં નિવૃત્ત શિક્ષકના મકાનમાંથી દીકરીના 8.35 લાખના ઘરેણાની ચોરી
જુનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત જનકપુરી એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત શિક્ષક મનસુખભાઈ માણાવદરીયાના ઘરમાંથી રૂૂ. 8.35 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ છે.
મનસુખભાઈની દીકરી શીતલબેન, જે હાલ બેંગલોરમાં રહે છે, તેમણે 30 નવેમ્બર 2024ના રોજ લગ્ન પ્રસંગે પોતાના દાગીના ગોદરેજની તજોરીમાં મૂક્યા હતા. આ દાગીનામાં 3.5 તોલાની હાસડી, બે બેડીસ ચેન (દરેક 3 તોલા), 1.5 તોલાની જેન્ટ્સ ચેન, 1 તોલાની વીટી, ત્રણ કાનની બુટીઓ અને બે લગડી (દરેક 5 તોલા) સામેલ હતા.મનસુખભાઈ મગજની ઉંઘની દવા લેતા હોવાથી અને ભૂલકણાપણાની સમસ્યાને કારણે દાગીના બેંકના લોકરમાં મૂકવાને બદલે તજોરીમાં રાખ્યા હતા. 2 એપ્રિલ 2025ના રોજ તજોરીમાં દાગીના હતા, પરંતુ 8 એપ્રિલે શીતલબેનના ફોન બાદ તપાસ કરતા દાગીના ગાયબ મળ્યા.
છેલ્લા બે વર્ષથી ઘરકામ માટે આવતી મહિલા અને માસિક સફાઈ માટે આવતી મહિલા સિવાય કોઈ બહારની વ્યક્તિ ઘરમાં આવતી ન હોવાથી મનસુખભાઈએ કામવાળી બાઈ પર શંકા વ્યક્ત કરી છે. શીતલબેન વેકેશનમાં જુનાગઢ આવતા ચોરીનો મુદ્દો સામે આવ્યો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી લઈ તપાસ શરૂૂ કરી છે અને ઘરના સ્ટાફના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.