ગોંડલમાં પંખો સાફ કરતાં સાસુને પુત્રવધૂએ ધક્કો મારી નીચે પાડી દીધા
ઘર કામ બાબતે સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થતાં ગુસ્સે થયેલ પુત્રવધુનું પરાક્રમ
ગોંડલમાં રાધાકૃષ્ણનગરમાં રહેતા સાસુ અને વહૂ વચ્ચે ઘર કામ બાબતે ઝઘડો થયા બાદ પુત્રવધુએ પંખો સાફ કરી રહેલા સાસુને ધક્કો મારી નીચે પછાડી દેતાં સાસુને ગંભીર ઈજા થઈ હતી. જે બાબતે સાસુએ પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો મુજબ, ગોંડલના રાધાકૃષ્ણનગરમાં રહેતા રીટાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ (ઉ.50) નામની મહિલાએ પોતાની પુત્રવધૂ માધવી કિશનભાઈ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી છે. સાસુ વહુ વચ્ચે ઘર કામ બાબતે બોલાચાલી થઈ હોય જેથી પુત્રવધુ માધવીબેને સાસુ રિટાબેન સીડી ઉપર ચડી પંખો સાફ કરતાં હતા ત્યારે સાસુને ધક્કો મારી સીડી ઉપરથી નીચે પછાડી દેતાં રિટાબેનને ગંભીર ઈજા થઈ હતી અને માથામાં 10 જેટલા ટાકા આવ્યા હતાં.
આ બાબતે રિટાબેને પુત્રવધુ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં આ મામલે ગોંડલ બી ડીવીઝન પોલીસે જેતપુરના બાવાવાળા મેઈન રોડ પરની વતની અને હાલ ગોંડલ રાધાકૃષ્ણમાં રહેતી માધવીબેન વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.