દસાડાના ધારાસભ્યના પુત્રએ યુવકને માર માર્યાનો આક્ષેપ
દસાડા ધારાસભ્ય પી.કે.પરમારના પુત્ર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની તસવીરમાં પોતાના નામનો ઉલ્લેખ કરવાના વિરોધનું મનદુ:ખ રાખીને યુવકને લાકડીઓથી માર મારવામાં આક્ષેપ કરાયો હતો. આ બનાવનો વીડિયો વાયરલ થયો છતાં, પાટડી પોલીસે ફરિયાદ નોંધી નથી, જેથી યુવક અને અનુ. જ્ઞાતિના આગેવાનોએ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને રજૂઆત કરી છે.
આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, તો સુરેન્દ્રનગરથી ગાંધીનગર સુધી પગપાળા નગ્ન હાલતમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારાઇ હતી. પાનવાના રાજરત્ન રઘુવંશીને દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે.પરમારના પુત્ર રજની પરમાર અને રોનક બાબુભાઈ રાઠોડ, મહેશ ગણેશભાઈ પરમાર અને મયુર દ્વારા માર મારી ઈજાઓ પહોંચાડયાનો આક્ષેપ કરાયો છે.
ધારાસભ્ય પી.કે.પરમારે જણાવ્યુ કે, મારો એવો કોઈ ભાવ નહોતો કે કોઈને મનદુ:ખ થાય કે કોઈને ઠેસ પહોંચે, કદાચ મારા સમર્થકોના માધ્યમથી પાનવા ગામનો રાજરત્ન રાજવંશી બીજી તારીખે બાબા સાહેબની પ્રતિમાએ વિરોધમાં મીટીંગ કરવા જઈ રહ્યો હતો, એના સંદર્ભે બાબા સાહેબની પ્રતિમાએ કોઈ વિવાદિત બાબત ન બને એ માટે કદાચ મારા સમર્થકોએ એની સાથે વાત કરીહશે. ગોંધી રાખી માર મારવાની એવાત કરી રહ્યો છે, એ માત્ર એકનાટક છે. ડીવાયએસપી પાર્થ પરમાર આ લોકો એસપી કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા. જેમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, વિડિયોમાં જે લોકો મારતા દેખાય એના પર અમે ફરિયાદ કરવા તૈયાર છીએ, પણ વીડિયોમાં ના હોય એ વ્યક્તિ પર તમે આક્ષેપ કરોતો એની સામે ફરિયાદ ના કરી શકાય.