વડોદરા ગેંગરેપના આરોપીઓના ઘર ઉપર પણ ફરશે દાદાનું બુલડોઝર
ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરવા તંત્રની તાકીદ, ત્રણેય લુખ્ખાઓનો વિસ્તારમાં પણ ત્રાસ હોવાનું ખુલ્યું
વડોદરાના ભાયલીમાં થયેલ ગેંગરેપ કેસમાં તંત્ર દ્રારા આરોપીના ઘરે બુલડોઝર ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મુખ્ય આરોપી મુન્ના વણઝારાના મકાનને નોટિસ લગાવવામાં આવી છે અને દિન ત્રણની અંદર પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે,ત્યારે આ સમગ્ર ઘટનામાં કોર્પોરેટર પણ આરોપીના ઘરે પહોંચ્યા છે.તાંદલજા વિસ્તારમાં આરોપી રહે છે.મુખ્ય 3 આરોપીઓના ઘરે નોટિસ લગાવવામાં આવી છે.
વડોદરાના ભાયલીમાં જે દુષ્કર્મની ઘટના બની તેમાં આરોપીઓની તો સરભરા કરાઈ છે સાથે સાથે તેમના મકાનો પણ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,ઉત્તરપ્રદેશના ત્રણ વિધર્મી આરોપીઓના મકાનો તોડી પાડવામાં આવશે. આ મકાનો ગેરકાયદે હોવાનું પાલિકાની તપાસમાં સામે આવ્યું છે.દાદાનું બુલડોઝર ફેરવીને અન્ય આરોપીઓમાં પણ ઉદાહરણ રૂૂપ દાખલો બેસાડવામાં આવશે જેથી અન્ય કોઈ આવી ભૂલ ના કરે,હાલ ત્રણેય આરોપીઓ પોલીસના રિમાંડ પર છે.
સ્થાનિકોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે,સ્થાનિકોનું કહેવું છે કે ત્રણેય આરોપીઓનો ત્રાસ ખૂબ હતા અને હવે અમને શાંતિ મળશે,સ્થાનિકો પણ આ લોકોથી કંટાળી ગયા હોવાની વાત સામે આવી છે.પરંતુ આરોપીઓના ડરના કારણે અત્યારસુધી સ્થાનિકોએ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી,અને મકાન તોડવાને લઈ પોલીસ અને તંત્રને સહકાર આપ્યો છે.