નડિયાદમાંથી સાયબર આતંકવાદી ઝડપાયો, ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી
નડિયાદમા ગુજરાત એટીએસની ટીમે સૌથી મોટી કાર્યવાહી કરી છે. નડિયાદનાં એક વિસ્તારમા રહેતો શખસ કે જેણે ઓપરેશન સિંદુર વખતે ભારતીય સેના વિરૂધ્ધની કેટલીક પોસ્ટ વાયરલ કરી હતી જેને લઇને ગુજરાત એટીએસની ટીમે તપાસ કરી આ શકમંદ શખસને ઉઠાવી લીધો હતો. જેની પાસેથી કેટલાક ડિઝીટલ પુરાવાઓ પણ કબજે કરવામા આવ્યા છે. ગુજરાત એટીએસનુ વર્તમાન સંજોગોમા આ સૌથી મોટુ ઓપરેશન ગણાવવામા આવી રહયુ છે.
કાશ્મીરનાં પહેલગામમા હુમલાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સબંધો બગડયા હતા અને ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો અને પાકિસ્તાને ભારત પર છોડેલા ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડયા હતા. યુધ્ધનાં સંજોગોની સ્થિતી વચ્ચે ભારતીય સેનાની કેટલીક માહીતી સોશ્યલ મીડીયા પર વાયરલ થઇ હોય અને દિલ્હી વિરોધી કેટલીક પોસ્ટ કરવામા આવી હોવાનુ અને આ પોસ્ટ ગુજરાતમાથી થઇ હોય એટીએસને મળેલા ઇન્પુટનાં આધારે ગુજરાત એટીએસનાં વડા સુનીલ જોષીનાં માર્ગદર્શન હેઠળ એટીએસનાં ડીવાયએસપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમે નડીયાદનાં એક શખસને ઉઠાવી લીધો હતો.
નડીયાદથી ધરપકડ કરાયેલા આ શખસ સામે સાયબર ટેરીરીઝમ એટેક હેઠળ કાર્યવાહી કરવામા આવી છે. આ શખસે ઓપરેશન સિંદુર વખતે ભારતીય સેનાની માહીતી શેર કરી હોય અને સેના વિરૂધ્ધ પોસ્ટ કરી હોવાનુ જાણવા મળ્યુ છે. ગુજરાત એટીએસની ટીમે આ શખસે આ માહિતી અન્ય કોઇને મોકલી કે કેમ ? તેમજ દેશ વિરોધી પ્રવૃતિમા તેની સાથે અન્ય કોઇ સંપર્કમા આવ્યુ છે કે કેમ તે સહીતની બાબતો પર હાલ એટીએસની ટીમ તપાસ ચલાવી રહી છે અને આ શખસ પાસેથી ડિઝીટલ પુરાવાઓ પણ કબજે કર્યા છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે હરીયાણાનાં હિસારની 33 વર્ષીય યુટયુબર જયોતિ મલ્હોત્રા અને રર વર્ષીય અરમાન નામનાં યુવકની પાકિસ્તાન માટે જાસુસી કરવાના આરોપસર ધરપકડ કરવામા આવી હોય. ઓપરેશન સિંદુર વખતે ભારતીય સેનાની ગોપનીય વિગતો તેમજ સેના વિરૂધ્ધની પોસ્ટ કરનાર આ નડીયાદનાં શખસની પુછપરછમા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે છે .