ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં યુવાનને ડિઝીટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાએ રૂા.26.90 લાખ પડાવ્યા

01:11 PM Jul 09, 2025 IST | Bhumika
Advertisement

પાર્સલમાં ડ્રગ્સ હોવાનો ડર બતાવી ખંખેર્યા: સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ

Advertisement

જામનગરની સાયબર ક્રાઈમ બ્રાંચમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક ગુનો દાખલ થયો છે. મૂળ નાગપુરના વતની અને હાલ જામનગરમાં શાંતિ હારમોની માં રહેતા એક યુવાને સાઇબર ચાંચિયાઓ સામે પોતાને પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે, તેવું કારણ દર્શાવી ક્રાઈમ બ્રાન્ચ નો ડર બતાવી, પોતાને ડિજિટલ એરેસ્ટ કરીને પોતાના 26.90 લાખ રૂૂપિયા સાયબર ફ્રોડ કરી ને પડાવી લીધા ની ફરિયાદ નોંધાવી છે. અને પોતે ડરના માર્યા ઉપરોક્ત નાણા કટકે કટકે જુદા જુદા બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.

આ ફરિયાદ અંગેના બનાવ ની વિગત એવી છે કે મૂળ નાગપુરના વતની અને હાલ જામનગરમાં રોજી પમ્પ ની સામે શાંતિ હારમોની એપાર્ટમેન્ટમાં રહેતા તેમજ મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતા ગણેશ ક્રિષ્નાજી ઠાકરે એ જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરી ને જણાવ્યું છે કે, ગત 21.4.2024ના દિને એક વ્યક્તિએ મને કોલ કરી કહ્યું કે, ફેડેકસ કુરિયરમાંથી બોલું છું. તમારાં નામના પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે, અને સાથે અન્ય કેટલીક કિંમતી વસ્તુઓ તથા કેટલાંક પાસપોર્ટ વગેરે છે.

ઉપરાંત કોલમાં વધુ કહેવાયું હતું કે તમારૂૂં પાર્સલ હાલ કસ્ટમ વિભાગ પાસે છે. ડ્રગ્સ અંગે વાત કરવામાં આવી, જેલનો ડર દેખાડવામાં આવ્યો હતો, અને એમ કહેવામાં આવ્યું કે, આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ તમારી સાથે વાત કરવા ચાહે છે, તમારો આ ફોન ક્રાઈમ બ્રાન્ચ સાથે કનેકટ કરૂૂં છું.

ત્યારબાદ, એક વ્યક્તિએ પોતે ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલે છે તેમ કહી ફરિયાદીને કહ્યું કે, તમારી ડિજિટલ ધરપકડ કરવામાં આવી છે. તમારે કેમેરા સામે ઓનલાઈન રહેવું પડશે, તમે કયાંય જઈ શકશો નહીં. આ વાતચીતથી ડરી ગયેલા, ફરિયાદીએ પોતાની બેંક વિગતો અજાણ્યો ફોન કરનારને આપી દીધી હતી.

બાદમાં ફરિયાદીને ફોનમાં કહેવાયું કે, બેંકમાં તમારી લેતીદેતીઓ વધુ છે. જે પૈકી 99 ટકા રકમ તમારે અમે કહીએ તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના રહેશે. અને રૂૂપિયા બાબતે ખરાઈ થઈ ગયા બાદ તમારાં નાણાં તમને પરત એકાઉન્ટમાં જમા મળી જશે. આ રીતે રૂૂ. 18 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ત્યારબાદ મિલકતની સિક્યુરિટી પેટે તેની પાસેથી વધુ રૂૂપિયા 8.90 લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ ફોન બંધ થઈ ગયો હતો. તેથી ફરિયાદીએ કોલ કર્યો પણ સામે કોઈ કોલ રિસીવ કર્યો ન હતો અને આમ પરપ્રાંતિય યુવાનના રૂૂપિયા 26.90 લાખ ચાઉ થઈ ગયા હતા. જેથી આખરે આ મામલો જામનગર ના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ગુનો દાખલ કરાયો છે. આથી જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

Tags :
crimeCyber ​​gangstersdigitally arrestgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement