For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસને પણ ભેદીને સાયબર ફ્રોડમાં વધારો

02:13 PM Oct 21, 2025 IST | admin
બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસને પણ ભેદીને સાયબર ફ્રોડમાં વધારો

સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ બને છે તેમાં પાંચ વર્ષ પછી ફરી એક વખત સલામત ગણાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસ ભેદીને સાયબર ફ્રોડ થવા લાગ્યાં છે. તાજેતરમાં જ કચ્છમાં આવા અડધો ડઝનથી વઘુ કિસ્સા બની ચૂક્યાં છે. ગુજરાતના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ટાર્ગેટ કરવા માટે બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસને ટાર્ગેટ કરાઈ રહ્યાંની મજબૂત આશંકા છે.

Advertisement

આ વર્ષે દિવાળી અગાઉ સાયબર ગઠિયાઓએ નાગરિકોના બાયોમેટ્રિક ડેટા ચોરીને તરખાટ મચાવ્યો છે. બાયોમેટ્રિક ફ્રોડના કિસ્સાઓમાં દિવાળીના તહેવારો પહેલાંથી ઉછાળો આવ્યો છે. કચ્છ જિલ્લામાં સત્તાવાર ફરિયાદો થઈ ચૂકી છે. બાયોમેટ્રિક ફ્રોડના મૂળમાં સરકારી તંત્ર અને બેન્કોનું આઘુનિકીકરણ અને તેમાં રહેલી ત્રૂટીઓ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે.

સરકારી તંત્રમાં ખાસ કરીને રેશનકાર્ડથી વિતરીત થતી ખાદ્ય અને અન્ય સામગ્રી માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં છે. સાથે જ અનેક બેન્કો દ્વારા સરળ અને ઝડપી કાર્યપઘ્ધત માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. આ માટે બેન્ક ખાતેદારની ફીંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કે વોઈસ પેટર્ન પઘ્ધતિ અમલમાં મુકાયેલી છે. સાયબર ગઠિયાઓ બેન્ક ખાતેદારોની ફીંગર પ્રિન્ટ ગમે ત્યાંથી ચોરી લે છે. એવી ચોંકાવનારી વિગતો છે કે, બેન્કો કે સરકારી ખાતાંઓમાં રજૂ કરાયેલી ફીંગરપ્રિન્ટના ડેટા ચોરીને સાયબર ક્રાઈમ આચરતા તત્વો માર્કેટમાં રૂૂા. 15000ના ભાવે વેચાઈ રહ્યાં છે. બાયોમેટ્રિક સિસ્ટમમાં ફીંગરપ્રિન્ટ ઉપરાંત ફેસ સ્કેન પઘ્ધતિ પણ અમલમાં છે. સાયબર ગઠિયાઓ હવે માસ્ક કે થ્રી-ડી મોડેલ પઘ્ધતિનો અમલ કરીને બેન્કોની ચહેરા ઓળખતી સિસ્ટમને પણ મ્હાત આપી રહ્યાં છે. અમુક કિસ્સામાં વોઈસ પેટર્નથી પણ બેન્ક ખાતાં ઓપરેટ થતાં હોય છે તેમાં પણ હવે સાયબર ગઠિયાઓ ધૂસી ચૂક્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Advertisement

બેન્ક એકાઉન્ટ સાથે કનેક્ટેડ વોઈસ પેટર્નની કોપી કરીને કોમ્પ્યુટર ઉપર ખાસ પ્રોગ્રામ્સથી કમાન્ડ આપીને બેન્ક ખાતાંઓમાંથી પૈસા ચોરવામાં આવે છે. સાયબર ક્રાઈમના જાણકારોના મતે સરકારી કે બેન્કોના ડેટાબેઝ હેક કરીને કે તેમાંથી ચોરી કરીને સાયબર ગઠિયાઓ ફિંગરપ્રિન્ટ, ફેસિયલ સ્કેન કે વોઈસ પેટર્ન ચોરી રહ્યાં છે. ડાર્ક વેબ ઉપર સાયબર સ્કેમર્સને આ ડેટા વેચવામાં આવી રહ્યો છે. તો, આધાર કાર્ડ આધારિત પેમેન્ટ ગેટ-વેમાં ધુસીને પણ સાયબર ગઠિયાઓ પૈસા ચોરી જાય છે. પાસવર્ડ આધારિત બેન્કિંગ સિસ્ટમ કરતાં ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કે વોઈસ પેટર્ન આધારિત બેન્કિંગ સિસ્ટમ વઘુ સલામત ગણાવાતી રહી છે. હવે સાયબર ચાંચિયાઓએ આ સલામત સિસ્ટમ સામે પણ અનેક સવાલો ઉભાં કર્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement