રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચીટર શખ્સથી ચેતતા રહેવા શહેરીજનોને સાયબર સેલનો અનુરોધ

12:51 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સાયબર એકસપર્ટ ,એડવોકેટ, લીગલ એડવાઈઝરની ઓળખ આપી લોકોને ગેરમાર્ગે દોરે છે

પોલીસ વિભાગની વિશેષ શાખા, કચેરીઓ તથા અન્ય સરકારી કચેરી, જામનગર કોર્ટ ખાતે પોતે સાયબર એક્ષપર્ટ, લીગલ અને ટેકનીકલ એડવાઈઝર તરીકે ઓળખ આપી લોકોને ગેર માર્ગે દોરતા શખ્સથી સાવધ રહેવા જામનગરની સાયબર સેલ ની પોલીસ ટીમે લોકોને અનુરોધ કર્યો છે.ગુજરાતના અલગ અલગ શહેરોમા યુવા વર્ગ નવા કરીયરની સતત શોધમાં હોય છે, જે શોધમાં તેઓ કોમ્પુટર લગત, લીગલ, પેરા લીગલ, મીડીયા, પોલીટીક્સમાં પોતાના સમ્પર્ક બનાવે છે અને વિવિધ માહીતીઓના જાણકાર બની જાય છે, ખરે-ખર તેઓ કોઇ ડીગ્રી ધરાવતા નથી, કોઇ લીગલ કે ટેકનીકલ બેક ગ્રાઉંડ ધરાવતા નથી, ન તો સંપુર્ણપણે જાણકાર હોય છે ન તો કોઇ પ્રોફેશનલ ફીલ્ડ થી પે-રોલ ઉપર અપોઇંટેડ હોય છે .પરંતુ તેઓના સમ્પર્ક થી મેળવેલી સુપરફીશયલ માહીતીનો સમય જતા દુરઉપયોગ કરવા લાગે છે. અને તેઓ શહેરી વિસ્તારમા તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોના સંપર્કમા વારંવાર આવી મોટી-મોટી વાતો કરી તેઓનો વિશ્વાસ જીતી તેઓ સાથે છેતરપીંડી કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

જામનગર શહેરમાં રહેતા જયવીન સંજયભાઈ પુંજાણી બાબતે આવી જ વિવિધ જાણ સારૂૂ રજુઆત એશોશીએશન, ગ્રુપ્સ, નાગરીકો દ્વારા સીટી-બી પો.સ્ટેશન તથા જામનગર સાયબર ક્રાઇમ પો.સ્ટેશન તથા જીલ્લા ની અન્ય કચેરીઓ ને મળી હતી, જે રજુઆત મુજબ જયવિનભાઇ પોતે પોલીસ વિભાગ ની વિશેષ શાખા, કચેરી ઓ તથા અન્ય સરકારી કચેરી, જામનગર કોર્ટ ખાતે પ્રથમ પોતે સાયબર એક્ષપર્ટ/ હાઇ-કોર્ટ એડવોકેટના લીગલ એડ, સરકારી વકીલઓના લીગલ એન્ડ ટેકનીકલ એડવાઈઝર તરીકે ઓળખ આપી શુભેછા મુલાકાત લે છે અને ત્યાં અધિકારીઓ/નામાંકીત વકીલો સાથે ફોટા પડાવી તેનો ઉપયોગ કરી સામાન્ય જનતા સાથે વાતો-વાતમાં એવું જણાવે છે કે તે જામનગર જીલ્લા પોલીસ ખાતાના અધીકારીઓને, જામનગર કોર્ટના/ગુજરાત હાઇ-કોર્ટના એડવોકેટને, કોર્પોરેટ આરબીટ્રેટરને, લીગલ એડવાઈઝર, પોલીટીકલ સ્ટ્રેટીજીસ્ટ, તથા મીડીયા હાઉસીસ ને ઓળખે છે. અને જામનગર તથા અન્ય જીલ્લાની પોલીસ પણ તેની પાસે ટેકનીકલ તપાસમાં મદદ માંગે છે તેવી ખોટી માહીતી લોકો મા આપતા ફરે છે .અને લોકોનો વિશ્વાસ જીતી તે બાદ વિશ્વાસમાં આવી ગયેલ લોકો પાસેથી કેસ લડવાના, કંમ્પની વચ્ચે સીવીલ સ્યુટ્સ માં સમાધાન કરાવવા માટે તથા અન્ય કોર્ટ કાર્યવાહીના નામે પૈસા પડાવવા પ્રયત્ન કરે છે.

ઉપરાંત સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના સાયબર ફ્રોડ ના ફરીયાદી હોય તો તેઓને પ્રાઇવેટ તપાસ કરી તેઓની મદદ કરશે અને સાયબર ફ્રોડનો કોઇ ઉપર આક્ષેપ હોય તેવા ઈસમો ને તેઓના જામીન થાય અને કાયદાકીય કાર્યવાહી માં તેઓને પોતે સલાહ આપી મદદ કરશે .અને એના નામે નાણા મેળવવાના પ્રયત્ન કરે છે.આ શખ્સ આવી પ્રવૃતી કરતો હોવાનુ વિવિધ જગ્યા થી રજુઆત મળતા, ફરીયાદ ની પ્રથમિક તપાસમાં મળેલ માહીતી ઉપરથી જણાઇ આવેલ કે ઉપ્રોકત દર્શાવેલ વિવિધ વ્યવસાય થી જોડાયેલા કોઇ પણ પ્રોફેશનલ ફીર્મ/ ઇંફોર્મલ ફ્રીલાન્સ થી આ જયવિનભાઇ જોડાયેલ નથી અને કોઇ પણ લીગલ બેગ-ગ્રાઉન્ડ કે એક્રીગેટેડ ટેકનીક્લ ડીગ્રી ધરાવતા નથી, તથા તેઓના તમામ દાવાઓ પાયા વિહોણા તથા ભ્રમીત કરનારા નું જણાઇ આવેલ છે. જેથી તમામ રજુઆતો અને તથ્યો ને ધ્યાને લઇ મજકુર વિરુધ્ધ ભારતીય નાગરીક ન્યાય સંહીતા મુજબ પ્રિવેટીંવ એકશન લેવામાં આવેલ છે.

જેથી જાહેર જનતાને અપીલ છે કે આજ દીન સુધી મળેલ માહીતી ઉપરથી જણાઇ આવેલ છે કે, સદરહુ જયવિનભાઇ પુંજાણી જામનગર જીલ્લા પોલીસ કે એજેંસી જામનગર કોર્ટના/ગુજરાત હાઇ-કોર્ટના એડવોકેટ, કોર્પોરેટ આરબીટ્રેટરને, લીગલ એડવાઈઝર તથા મીડીયા હાઉસીસ સાથે જોડાયેલા નથી. જેથી તેમની ખોટી વાતો માં આવવુ નહી, અને છેતરપીંડી થી બચવુ. તથા સદરહુ વ્યક્તિ કોઇ પણ ખોટી વાતો કરી છેતરપીંડી કરવાનું પ્રયત્ન કરે તો તરત લગત પો.સ્ટે અથવા સાયબર ક્રાઇમ પો.સ્ટે પોલીસનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામા આવે છે તથા આવા તત્વો થી દુર રહેવા પણ અપીલ કરવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement