For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ અગ્નિકાંડમાં મગરમચ્છોને બચાવી લેવાયા

11:51 AM May 14, 2025 IST | Bhumika
જૂનાગઢ અગ્નિકાંડમાં મગરમચ્છોને બચાવી લેવાયા

જૂનાગઢ કોંગ્રેસના વકિંગ પ્રેસિડન્ટ અમિત પટેલ રાજ્યના પોલીસવડા તથા મુખ્યમંત્રીને એક પત્ર લખી ગત તા.17 મેના રોજ ગેસ કંપનીની બેદરકારીના કારણે જીવગુમાવનાર ત્રણ લોકોના વારસદારોને રૂા.25 લાખની સહાય ચૂકવવા માંગણી કરી આ ઘટનામાં જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
તેમણે પત્રમાં જણાવેલ છે કે, જુનાગઢ સીટી વિસ્તારના ઝાંઝરડા ચોકડી એ તા.07/05/2025 ના રોજ મહાનગર પાલીકા, જુનાગઢના જે.સી.બી. દ્વારા ખોદકામ સમયે ટોરેન્ટ ગેસ કમ્પનીની લાઇનને જે.સી.બી. નો સુપડો લાગી જતા તે માનવ સર્જીત ઘટનામાં આગે ભયંકર સ્વરૂૂપ ધારણ કરેલ. તેમાં નાની માસુમ બાળકી સહિત ત્રણ-ત્રણ નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજેલ.

Advertisement

ઉપરોક્ત ઘટનામાં (1) પ્રથમ મહાનગર પાલીકાના ઇજનેર હોય છે. (ર) મહાનગર પાલીકા કમિશ્નર, (3) ટોરેન્ટ કંપનીના જવાબદાર અધિકારી, (4) કોન્ટ્રાક્ટર અને (પ) જવાબદાર જે.સી.બી. ડ્રાઇવર સહિત પાંચેય જવાબદાર છે. તેમ છતાય સબંધીત પોલીસે મઘર મચ્છોને બચાવી નાની માછલી જે.સી.બી. ના ડ્રાઇવર એક ને જ ત્હોમતદાર બનાવી સંતોષ માની લીધેલ છે. અને ખરી હક્કિતે ઉપરોક્ત નં.(1) થી (4) ના દોષીત હોવા છતાય તેમનો ઉપરોક્ત સંદર્ભવાળી FIR માં તેમના નામનો ક્યાંય ઉલ્લેખ નથી.

જેના કારણે આટલી મોટી ગંભીર બેદરકારીમાં જવાબદાર મોટા મઘર મચ્છો બચી જશે તો, આવી ઘટનાઓનું વખતો વખત પુનરાવર્તન થતું રહેશે. જેથી અમારી સ્પષ્ટ પણે માંગણી છે. કે, ઉપરોક્ત સંદર્ભવાળી FIR માં પ્રથમ જવાબદાર મહાનગર પાલીકાના ઇજનેર તથા જે.સી.બી. ના માલીક કમિશ્નર તથા ટોરેન્ટ ગેસના જવાબદાર અધિકારીને ખાસ ત્હોમતદાર તરીકે ઉપરોક્ત FIR માં ઉમેરો કરવામાં આવે. કારણ કે, ખરા દષીતો તેઓ જ છે. તેમ છતાય સબંધીત પોલીસ રાજકીય પ્રેશરના કારણે એનકેન પ્રકારે જુનાગઢ ઉપરોક્ત આગની ઘટનામાં મુખ્ય ત્હોમતદારોનો બચાવ કરી રહી છે.

Advertisement

ઉપરોક્ત ઘટનામાં નાની માસુમ બાળકી સહિત ત્રણ-ત્રણ નિર્દોષના જીવો ગયા છે. તેમના પરીવાર જનો વળતર માટે આર્થીક સહાય મેળવવા ક્લેઇમ કરીને વળતર કોની પાસેથી લેવા જશે.? ઉપરોક્ત FIR માં જવાબદાર તો માત્ર ડ્રાઇવરને જ ગણેલ છે. શું ડ્રાઇવર પાસેથી માનવ વઘના ગુન્હામાં કરવાનું થતું ક્લેઇમમાં વ્યક્તિ દીઠ રૂૂા.રપ,00,000/- લાખથી વધારે જે વળતર મેળવવાનું હોય તે વળતરની રકમ શું મજુર ડ્રાઇવર પાસે હોઇ શકે ? જેથી ખરા અર્થમાં અન્ય જવાબદાર ત્હોમતદારોનો બચાવ કરવાના બદલે મુખ્ય ત્હોમતદારો તરીકે ઉપરોક્ત FIR માં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવે અને તેમની સામે કરવાની થતી તમામ કાર્યવાહી સબંધીત પોલીસ કરે તેવી જાહેર હિતમાં એક જવાબદાર પક્ષના હોદેદાર તરીકે અમારી માંગણી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement