આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીમાં ગુનો નોંધાયો
શહેરના સોનીબજારમાં આવેલી ઈશ્ર્વર સોમા આંગડિયા પેઢી સાથે થયેલી રૂા. 72 લાખની છેતરપીંડી મામલે અંતે એડીવીઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઈશ્ર્વર સોમા આંગડિયા પેઢીના સંચાલકને સોનીબજારના એક વેપારીએ ફોન કરી તેના મિત્રને દિલ્હી રૂા. 72 લાખનો હવાલો કરાવવાનો હોવાની વાત કરી દિલ્હી ખાતે 72 લાખ રૂપિયાનો હવાલો પડાવી રકમ ઉપાડી લઈ આ ત્રિપુટીએ હાથ ઉંચા કરી લેતા અંતે આ મામલે ડીસીપી જગદીશ બાંગરવાનો રૂબરૂ સંર્પક કરતા આ મામલે એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
સોની બજારમાં આવેલી ઈશ્ર્વરસોમા આંગડિયા પેઢીના મેનેજર મોરારભાઈ ગોરધનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પૃથ્વીરાજ કોઠારી વિશાલ અને રમેશ મહેતાનું નામ આપ્યું છે. ગત તા. 21ના રોજ સાંજે પેઢીના સંચાલક જયમીનભાઈ ઉપર સોની બજારના વેપારી વિજયભાઈ જાગાણીનો ફોન આવ્યો હતો અને તેમની એક જાણીતી પાર્ટીને દિલ્હી રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તેવી વાત કરી કામ કરી આપવા ભલામણ કરી હતી.
થોડીવાર બાદ જયમીનભાઈના વોટ્સએપમાં હિન્દીભાષામાં વાતકરનાર પૃથ્વીરાજ કોઠારીનો ફોન આવ્યો હતો અને 72 લાખ રૂપિયા દિલ્હીની ચાંદનીચોક ખાતે મોકલી આપવાની વાત કરી હતી. તેમજ રૂપિયા લેનાર તરીકે વિશાલનું નામ અને મોબાઈલ નંબર સાથે ખરાઈ માટે રૂા. 10ની નોટનો ફોટો મોકલ્યો હતો. અને પૃથ્વીરાજે થોડીવારમાં રાજકોટની ઓફિસે રમેશ મહેતા નામનો વ્યક્તિ રોકડ જમા કરાવી જશે તેમ જણાવ્યું હતું.
ઈશ્ર્વસ સોમા આંગડિયા પેઢીના જયમીનભાઈ પટેલના કહેવાથી દિલ્હી ખાતે ઈશ્ર્વરસોમા આંગડિયા પેઢીમાં 72 લાખનો હવાલો કરાવ્યા બાદ આ રકમ સાંજના વિશાલ નામનો વ્યક્તિ લઈ ગયો હતો. જેના સીસીટીવી રેકોર્ડિંગ હોય આ રકમ લીધા બાદ પૃથ્વીરાજ કોઠારીને રાજકોટ ખાતેની ઓફિસે 72 લાખ જમા કરાવવા ફોન કરતા રમેશ મહેતા થ ોડીવારમાં આવે છે તેવું કહી બાદમાં મોબાઈલ બંધ કરી દીધો હતો. તપાસ કરતા આ ત્રિપુટીએ અગાઉ પણ આ જ મોડેસ ઓપેન્ડીથી અનેક લોકો સાથે છેતરપીંડી કર્યાનું ખુલ્યું હતું. આ મામલે એડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે.