વગર લાયસન્સે સિકયુરીટી એજન્સી ચલાવતા સંચાલક સામે ગુનો નોંધાયો
રાજકોટ શહેરમા લાયસન્સ વગર ચાલતી સીકયુરીટી એજન્સી સામે કડક કરવા તેમજ અજાણ્યા લોકોને પોલીસ સ્ટેશનમા નોંધણી કરાવ્યા વગર કામે રાખવા અને ભાડા કરાર વગર મકાન ભાડે આપતા શખ્સો સામે કાર્યવાહી કરવા પોલીસ કમીશનર દ્વારા સુચના આપવામા આવી હોય જે અનુસંધાને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી ) દ્વારા ગઇકાલે પેટ્રોલીંગ હાથ ધરાયુ હતુ અને અટલ સરોવર પાસે બંદોબસ્તમા ઉભા રહેલા ગાર્ડની પુછપરછ કરતા તે સીકયુરીટી એજન્સીનાં સંચાલક પાસે કોઇ પણ જાતનાં લાયસન્સ ન હોય તેમ માલુમ પડતા તેમની સામે યુનીવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવામા આવી હતી.
વધુ વિગતો મુજબ એસઓજીનાં પીઆઇ એસ. એન. જાડેજા અને ટીમનાં રાજેશભાઇ બાલા તેમજ સ્ટાફ બાતમીને આધારે અટલ સરોવર ખાતે પહોંચ્યા હતા અને ત્યા હાજર સીકયોરીટી ગાર્ડની પુછપરછ કરતા તેમણે પોતાનુ નામ રફીક કહયુ હતુ અને તેમનાં શેઠનુ નામ ઇમત્યાઝ બેલીમ જણાવ્યુ હતુ તેમજ તેમની સીકયોરીટી એજન્સીનુ નામ વન મેન બાઉન્સ જણાવ્યુ હતુ અને તેમનાં માલીક ઇમત્યાઝ કે જેઓ નાના મવા સર્કલ પાસે રહેતા હોવાનુ સ્પષ્ટ થતા આ ઇમ્ત્યાઝને સીકયુરીટી એજન્સીનાં લાયસન્સ અંગે પુછપરછ કરતા તેમની પાસે લાયસન્સ ન હોવાનુ જણાવ્યુ હતુ . જેથી પોલીસે તેમની સામે ખાનગી સીકયુરટી એજન્સી અધીનીયમ ર00પ ની કલમ ર0 (1) હેઠળ ભંગનો ગુનો નોંધી કાયદેરની કાર્યવાહી કરી હતી. તેમજ આ ઘટનામા ઇમ્ત્યાઝની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે તેઓ રોજનાં પ00 રૂપીયા લેખે 1 વ્યકિતને સીકયોરીટી પર રાખતો હતો.
