For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભરાણાના યુવાનના આપઘાત પ્રકરણમાં અંતે બે પોલીસકર્મીઓ સામે નોંધાયો ગુનો

12:53 PM Sep 05, 2025 IST | Bhumika
ભરાણાના યુવાનના આપઘાત પ્રકરણમાં અંતે બે પોલીસકર્મીઓ સામે નોંધાયો ગુનો

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા 21 વર્ષના એક યુવાને થોડા દિવસો પૂર્વે પોલીસના મારથી વ્યથિત હાલતમાં આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે વાડીનાર મરીન પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓ સામે ધોરણસર ગુનો નોંધાયો છે.

Advertisement

આ સમગ્ર ચકચારી પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા કરણસિંહ માલજી જાડેજા નામના યુવાનને થોડા પૂર્વે વાડીનાર મરીન પોલીસે અટકાવી તપાસ દરમિયાન પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત યુવાનને પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવતા તા. 18 ઓગસ્ટના રોજ તેણે ઝેરી દવા પી લીધી હતી. આથી વધુ સારવાર અર્થે તેને ખંભાળિયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેણે અંતિમ શ્વાસ લેતા હતા.
આ દરમિયાન મૃતક યુવાન દ્વારા સમગ્ર ઘટના સંદર્ભેનો વિડીયો હોસ્પિટલમાં બનાવી, આપવીતી વર્ણવી હતી. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ક્ષત્રિય સમાજ તેમજ ગ્રામજનો દ્વારા વ્યાપક રીતે વિરોધ વ્યક્ત કરી, જિલ્લા પોલીસ વડાને કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

જેના ભાગરૂૂપે પોલીસ અધિક્ષક દ્વારા બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ સાથે ગઈકાલે ભરાણા ગામના રહીશ અને મૃતકના પિતા માલજી નટુભા જાડેજા (ઉ.વ. 51) ની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના કર્મચારી પ્રદિપસિંહ ગોહિલ અને કરસનભાઈ સામે પોતાના પુત્ર સામે પ્રોહી.નો કેસ કરી પ્રદિપસિંહ ગોહિલ દ્વારા બેફામ માર મારવામાં આવતા કરણસિંહથી માર સહન ન થતા અને મારી જવા માટે મજબૂર બનતા પોતાના હાથે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. વી.આર. શુક્લ ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement