For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશ

11:36 AM Oct 10, 2025 IST | Bhumika
ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશ

બે શખ્સની રૂ.6.52 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : સટ્ટામાં સામેલ કુલ 20 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

Advertisement

ભાવનગરના હિલડ્રાઇવ વિસ્તારમાં આવેલ ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ ઉપર કારમાં બેસીને વન-ડે ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનમાં હારજીતના સોડા પડવા માટે માસ્ટર આઈ ડી નો ઉપયોગ કરી સટ્ટો રમી,રમાડતા બે શખ્સને એલસીબી પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ છે.પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવાના રેકેટમાં રૂૂ.6.52 લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ 20 શખ્સ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ એલસીબી પોલીસ અને પેરોલ ફર્લો સ્કવોડ ગત રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે,ઋષિ ભરતભાઈ કારિયા અને યુવરાજસિંહ વનરાજસિંહ ઝાલા ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ પર કારમાં બેસીને પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચના સ્કોર પર સોદા થઈ શકે તે માટે લાઇવ કેસિનોની રમતમાં રૂૂપિયાની હારજીત માટે જુગાર રમવાની આઈ.ડી. અન્ય લોકોને ફોરવર્ડ કરી પૈસા લઈ હારજીતનો જુગાર રમાડે છે.આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએથી ઋષિ અને યુવરાજને બે મોબાઈલ ફોન, ક્રેટા કાર અને રોકડા રૂૂ.2200 મળી કુલ રૂૂ.6,52,200/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

Advertisement

આ શખ્સોની પૂછપરછમાં ઋષિ કારીયાએ હારજીતના સોદા પાડવા માટેની માસ્ટર આઈ.ડી. શેતલ ચંદ્રકાન્ત શાહ ( રહે. ભાવનગર) વાળા હસ્તક વિજય હરિયાણા વાળા પાસેથી મેળવી પોતાના ક્લાયન્ટ સમીર ઉર્ફે પેંડો ( રહે.શિશુવિહાર, ભાવનગર), ગોપાલ અન્ના બાલાણી ( રહે.સરદારનગર,ભાવનગર ), નીરવ ગાંધી ઉર્ફે ગોપાલ ડી. ( ડોનાચોક ), નીલુ સિંધી ( સિંધુનગર), સફી અસલમભાઈ હાલારી (પ્રભુદાસ તળાવ), અજયસિંહ ગોહિલ ( અકવાડા ), અમીત ( સિહોર ),મૌલિક ( ભાવનગર) ને આપી હતી.આ ઉપરાંત કાનો ( ભાવનગર ) ને 02 પેટા આઈ.ડી.,દીપક ઉર્ફે લસણ ( ભરતનગર ) ને 05 આઈ.ડી.,અમીન ( રહે.મૂળ સિહોર,હાલ અમદાવાદ ),હાર્દિક ( કરચલિયાપરા) ને 04 આઈ.ડી.,પ્રવીણ ઉર્ફે રાણી ( ભાવનગર),સુમિત સંતરામભાઈ તેજવાણી ( રબ્બર ફેક્ટરી ) ને આપી હતી,તેમજ અન્ય એક આઈ.ડી. હરિ ઉર્ફે ડેવિડ ( અમદાવાદ ) ને આપી હોવાનું જણાવ્યું હતું.જ્યારે યુવરાજસિંહ ગોહિલે માસ્ટર આઈ.ડી.તેના ભાગીદાર રોહિત કોતર ( ભાવનગર ) મારફત મેળવી નરેન્દ્રસિંહ ગોહિલને રિચાર્જ કરી આપી હોવાનું જણાવ્યું હતું.આ એપ્લિકેશનના આઈ.ડી.મારફત આ શખ્સો ક્રિકેટ મેચ ઉપર મોટી રકમના રિચાર્જ કરી હારજીતના સોદા કરતા હોવાનું ખુલ્યું છે.આ મામલે ઝડપાયેલા બંને શખ્સ સહિત કુલ 20 શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement