ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું, રાકેશ રાજદેવ સહિત 16 સામે ગુનો
વોન્ટેડ બુટલેગર વિનોદ સિંધી, ટોમી ઉંઝા, કેતન દેસાઇ, રાજકોટના મીત સહિતના મોટા બુકીઓના નામ ખુલ્યા
અમદાવાદના નવા શાહીબાગમાં બુકી હરેશ સિંધીના ઘર ઉપર SMCનો દરોડો, દુબઇથી ઓપરેટ થતાં ત્રણ માસ્ટર આઇ.ડી. મળ્યા
અમદાવાદના નવા શાહીબાગ વિસ્તારમાં એક મકાનમાં ગત રાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી હરેશ પ્રેમચંદ મુલચંદાણી નામના શખ્સને દુબઇ ખાતે રમાઇ રયેલ ચેમ્પિયન ટ્રોફીની ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા ઝડપી લેતા આ બુકીની પુછપરછમાં અમદાવાદના આરોપી મનીષ ઉર્ફે ગીલી અશોક ક્રિસ્નાણી, લીસ્ટેડ બુટલેગર વિનોદ મુરલીધર સિંધિ (દુબઇ), સટ્ટાના નેટવર્કનું આઇ.ડી. આપનાર અમદાવાદના કેતન દેસાઇ, મહેસાણાના કુખ્યાત બુકી ગીરીશ ઉર્ફે ટોમી પરસોતમ પટેલ, સટ્ટાનું આઇ.ડી. આપનાર રાજકોટના મીત તથા રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. તેમજ અન્ય 10 પંટરોના નામ ખુલતા ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલે પકડાયેલ બુકી હરેશ ઉર્ફે હરૂ સિંધીના કબજામાંથી રૂા.4.11 લાખ રોકડ અને બે મોબાઇલ કબજે કર્યા છે અને તેની પાસેથી મળી આવેલ ક્રિકેટ સટ્ટાની સુપર આઇ.ડી. Goldenxch99.now/adminમાં રૂા.2.60 કરોડની ક્રેડીટ મળી આવી હતી. આ આઇ.ડી. તેને બુટલેગર વિનોદ સિંધીએ આપ્યાનું ખુલવા પામેલ છે.
આ ઉપરાંત આઈ.ડી. Golde nexch99.now માં રૂૂપિયા 20,00,000/- ક્રેડીટ બેલેન્સ જણાઈ આવેલ જે આઈ.ડી. આરોપી કેતન દેસાઈ તથા મીત, રાજકોટ મારફતે રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર.એ આપેલ હોવાનું તેમજ આઈ.ડી. Radhexch99.xyzમાં 11,52,500/- ક્રેડીટ બેલેન્સ જણાઈ આવેલ જે આઈ.ડી. આરોપી કેતન દેસાઈ મારફતે ગીરીશ પટેલ ઉર્ફે ટોમી ઉંઝાએ આપેલ હોવાનું ખુલ્યું છે.
આરોપી વિનોદ મુરલીધર ઉદવાણી (સિન્ધી) વિરૂૂધ્ધ ગુજરાત રાજ્યમાં પ્રોહીબીશન ધારા હેઠળના કુલ-147 થી વધુ ગુનાઓ દાખલ થયેલ છે જે પૈકી 72 થી વધુ પ્રોહીબિશનના ગુનાઓમાં તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલ, પોલીસ સ્ટેશન, ગાંધીનગર ના 1, ગુજસીટોકના ગુનામાં એમ કુલ 73 ગુનામાં તે નાસતો-ફરતો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શોધેલ અમદાવાદ ગ્રામ્યના કણભા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં 1119203 0210498/ 2021, પ્રોહી.એ.ક.65(એ)(ઈ), 81, 83, 98(2), 116(બી) તથા ઈ.પી.કો.ક.465, 468, 471, 120 (બી) મુજબના ગુનામાં વિનોદ સિંધી વોન્ટેડ હોય દુબઈ ખાતે હોવાની મળેલ માહિતી આધારે ઈન્ટરપોલ દ્વારા રેડ નોટીસ પ્રકાશિત કરાવી, પ્રત્યાર્પણ દરખાસ્તની કાર્યવાહી કરવામાં આવેલ છે, જે હાલ ચાલુમાં છે.
આમ, વોન્ટેડ આરોપીઓ (1) વિનોદ મુરલીધર ઉદવાણી ઉર્ફે વિનોદ સિન્ધી (2) રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર.એ તથા (3) ગીરીશ પટેલ ઉર્ફે ટોમી ઉંઝા નાઓ હાલમાં દુબઈ ખાતે તેમજ અન્ય દેશોમાં રહી ક્રિકેટ સટ્ટાની આઇ.ડી. પકડાયેલ આરોપીઓ ને મોકલી તે આઇ.ડી. મારફતે ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતો હોવાનું જણાઈ આવતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.