રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યાજ્ઞિક રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતો પંટર પકડાયો : અમદાવાદના બુકીનું નામ ખુલ્યું

04:48 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના યાજ્ઞીક રોડ પરથી પીસીબીના ઘનશ્યામસિંહ ચૌહાણની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલતાં ટેસ્ટ મેચ પર સટ્ટો રમતાં શખ્સને ઝડપી લીધો હતો. પુછપરછમાં આ પંટર અમદાવાદના બુકી પાસે કપાત કરાવતો હોય તેનું નામ તપાસમાં બહાર આવતાં તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે.

મળતી વિગતો મુજબ, યાજ્ઞીક રોડથી ટાગોર રોડ તરફ જતાં રસ્તા ઉપર હનુમાનજી મંદિર પાસે એક શખ્સ મોબાઈલનો સટ્ટો રમતો હોવાની બાતમી પીસીબીને મળતી હતી. જેના આધારે દરોડો પાડી પારસ સોસાયટી શેરી નં.4માં રહેતા રોહન મનોજભાઈ લીંબાણી (ઉ.25) નામના શખ્સની ધરપકડ કરી હતી તેના મોબાઈલમાં બઝર-999 નામની આઈડીમાંથી શ્રીલંકા-ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલતાં ટેસ્ટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતો હોવાનું ખુલ્યું હતું. પછપરછમાં રોહને આ આઈડી અમદાવાદના બુકી પાસેથી લીધી હોય અને તેની પાસે કપાત કરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પીસીબીએ રોહન તેમજ અમદાવાદના બુકી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ રોહન પાસેથી રૂા.5000નો મોબાઈલ કબજે કરાયો છે. રોહનની ધરપકડ બાદ હવે અમદાવાદના બુકીની માહિતી મેળવવા માટે તેના મોબાઈલમાં રહેલ આઈ.ડી.ના આધારે આગળની કાર્યવાહી પીસીબીએ કરી છે. પીસીબીના પીએસઆઈ એમ.જે.હુણની સુચનાથી હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Tags :
cricket bettingcrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement