ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 21 પશુને ગૌરક્ષકોએ બચાવ્યા

11:42 AM May 16, 2025 IST | Bhumika
Advertisement

હળવદ સરા ચોકડી પાસે કતલખાને ધકેલાતા જીવોને ગૌરક્ષકોની ટીમ દ્વારા 21 અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા છે. કચ્છના નખત્રાણા હાજીપીર બાજુથી ભરીને અમદાવાદ જતી આઇશર સાથે બે શખ્સને પકડીને 21 અબોલ જીવને છોડાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.

Advertisement

મોરબી ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે કચ્છ તરફથી માળિયા હળવદ થઈને અમદાવાદ એક આઈશરમાં અબોલ જીવ ભરીને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે. મોરબી, રાજકોટ, લીંબડી, ધ્રાંગધ્રા, હળવદ, ચોટીલા સહિતના સેન્ટરના ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી અને હળવદ સરા ચોકડી પાસે બાતમીવાળો આઇશર પસાર થતાં તેને રોકી ચેક કરતા 21 અબોલ જીવ મળી આવ્યા હતા. આઇશરમાં 21 પાડા ખીચોખીચ હલનચલનના કરી સકે તેવી રીતે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના પરિવહન કરતા મળી આવ્યા હતા. જેની પૂછપરછમાં કચ્છ નખત્રાણા હાજીપીર બાજુથી ભરીને અમદાવાદ લઇ જવાની કબુલાત આપી હતી જેથી અબોલ જીવોને બચાવી હળવદ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે. આઈશર ગાડી અને બે આરોપીઓ હળવદ પોલીસને સોપવામાં આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsHalvadHalvad news
Advertisement
Next Article
Advertisement