ઉપલેટામાં પેટ્રોલપંપના મહિલા સંચાલિકાની નકલી સહી કરી પિતરાઇ ભાઇઓએ છેતરપિંડી કરી
કાકાના પુત્ર સહિત ત્રણ શખ્સોએ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી અન્ય રાજયોમાં અલગ અલગ વ્યક્તિને રકમ ટ્રાન્સફર કરી દીધી
ઉપલેટામાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ પેટ્રોલપંપ ધરાવતા જૂનાગઢ ના વંથલી રહેતા મહિલા સાથે પેટ્રોલપંપનો આર્થિક વહીવટ સંભાળતા બે શખ્સોએ મહીલાના 166 જેટલા ચેકમાં નકલી સહી કરી પેટ્રોલપંપના બેંક એકાઉન્ટ માંથી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વ્યક્તિને રૂૂપિયા ટ્રાન્સફર કરી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જુનાગઢ વંથલી રહેતા દિશાબેન હરેશભાઈ વાઢેર (ઉ.વ.23)એ નોંધાવેલી ફરિયાદ માં આરોપી તરીકે તેના કાકાના પુત્ર ક્રિષ્ના ઉર્ફે લાલો અનિલભાઈ વાઢેર,સંજયભાઈ માવજીભાઈ વાઢેર અને ખ્વાજા ફરીદ ઉર્ફે ટીકુ યુનુસ મુસાણીનું નામ આપ્યું છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ દિશાબેનના પિતા હરેશભાઈ માવજીભાઈ વાહેરના નામે હિન્દુસ્તાન પેટ્રોલીયમમાથી ડીલરશીપ હોય અને ખવાજાફરીદ ઉરૂૂ ટીકુ ગુનુશભાઈ મુસાણી સાથે તેમના પિતાએ તેમની ઉપલેટા રેલ્વે સ્ટેશન સામે પેટ્રોલ પંપ શરૂૂ કરવાની વાત કરેલ અને તા.01/12/2017 થી તા.30/11/2049 સુધી ત્રીસ વર્ષના ભાડા પટ્ટે પેટ્રોલ પં5 શરૂૂ કરવાની વાત થયેલ હતી અને તે અંગે નોટરી કરાર કરેલ હતો.
અને ના.19/08/2020 ના પિતાનું અવસાન થતા પેટ્રોલપંપ દિશાબેનના નામે ટ્રાન્સફર થયો હતો દિશાબેનના ભાઈની ઉંમર નાની હોય અને તેમને ધંધા અંગે જાણકારી ન હોય જેથી પેટ્રોલપંપનો વહીવટ કરવા કાકાના દીકરા ક્રિષ્ના ઉર્ફે લાલો અનિલભાઈ વાઢેરને નોકરી એ રાખ્યો હતો.પેટ્રોલપંપને પેઢીના નામે ઉપલેટામાં ઓમ ફયુલ નામે ખાતુ ખોલેલ જેમાં માલીક તરીકે દિશાબેનનું અને ક્રિષ્ના તથા સંજયભાઇ અને ખવાજાફરીદના કેવાથી વારસદાર તરીકે નામ તથા મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈડી પણ ક્રિષ્ના ઉર્ફે લાલો અનિલભાઈ વાઢેરના લખાવ્યા હતા. તા.17/12/2014 ના રોજ પેટ્રોલ પંપની જમીનના માલીક ખયાજાફરીદ ઉર્ફે ટીકુ યુનુસભાઈ મુઆણીએ વકીલ મારફતે રૂૂપિયા ભરવા નોટીસ આપી હતી.
બેંકમાં રૂૂપિયા ભરવા માટે તપાસ કરતા જાણવા મળ્યું કે, બેંકના કુલ 0 1 થી 166 નંબરના ચેક માં તા.15/03/2023થી 10/01/2025 સુધી ચેકમાં ખોટી સહી કરી પૈસા ઉપાડેલ છે. તેમજ જમ્મુ કાશ્મીર, કર્ણાટક, તમીલનાડુ, કેરલ,કલકતા, ઉતર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર વિગેરે રાજ્યમાંથી પેટ્રોલ પંપના એકાઉન્ટ માંથી પૈસાની લેતી દેતી થયેલ હોય અને સેલ્ફ ચેકના પૈસા પણ બેંકે અન્ય વ્યક્તિને આપી દીધાનું જાણવા મળ્યું હોય આ મામલે અંતે દિશાબેનના કાકાના પુત્ર અનિલભાઇ વાઢેર તથા સંજય માવજીભાઈ તથા ખવાજાફરીદ ઉર્ફે ટીકુ યુનુસભાઈ મુસાણીએ દિશાબેનની ખોટી સહી કરીને આ કૌભાંડ આચર્યું હોય. પેટ્રોલપંપના નામના બેંક એકાઉટના 166 ચેકમાં ખોટી સહીઓ કરી એકાઉન્ટ માંથી પૈસા ઉપાડી લઈ તથા રાજયમાથી પૈસાની વહીવટ કરી છેતરપીંડી કરી હોય પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.