ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો

12:47 PM Jan 23, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમીની માતા અને પિતરાઈ ભાઈને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ તેઓના ઘરે ઘસી જઇ લાકડી વડે હુમલો કરી દીધો હતો, અને અમારી પુત્રીને હાજર કરો નહીં તો તમને પતાવી નાખશું તેવી ધમકી આપી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર નંદન પાર્ક શેરી નંબર -2 માં રહેતા વર્ષાબેન દીવાનભાઇ થડાણી નામના 51 વર્ષના સિંધી લોહાણા મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના દિયરના પુત્ર સંદીપ ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પ્રેમિકાના પિતા ફતેસિંહ, તેમજ ભાઈ ઋષિરાજસિંહ, નિલેશ અને પ્રેમિકા ની માસી વગેરે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓએ વર્ષાબેનના ઘેર જઈ તમારો પુત્ર પુનિત કે જે અમારી પુત્રીને નસાડી ગયા છે, જેને હાજર કરો નહીં તો સમગ્ર પરિવારને પતાવી નાખશું તેવી ધમકી ઉચ્ચારી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsjamangar newsjamnagar
Advertisement
Advertisement