ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાપરાધ મનુષ્યવધના ગુનામાં ત્રણ આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અદાલત

04:42 PM Jul 01, 2025 IST | Bhumika
Advertisement

શહેરના કુવાડવા રોડ પર ર016માં બાઈક અથડાવવાના મુદ્દે થયેલી હત્યાના ગુનાનો કેસ ચાલી જતા કોર્ટે વધુ એક આરોપીને સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની વિગત એવી છે કે, રોહીદાસપરામાં રહેતો દિલીપભાઈ સાગઠીયા ગઈ તા.1પ-6-16ના તેના મોટાબાપુના દિકરા મહેન્દ્ર કેશુભાઈ સાગઠીયા સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે કુવાડવા રોડ પર કમલ પાનની દુકાન પાસે બાઈક અથડાવવાના મુદ્દે અને ખર્ચ માંગવાની બાબતે સૂરિયો, ગોવિંદ, ચિરાગ ઉર્ફે ચીનો અને નરેશ મનસુખ ચુડાસમાએ ગુપ્તીથી હુમલો કરતા મહેન્દ્ર સાગઠીયાનુંનું મોત નિપજતા બનાવો હત્યામાં પલટાયો હતો. દિલીપ કાળાભાઈ સાગઠીયા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે હત્યા, હત્યાની કોશિશ અને કાવતરાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

જેમાં સૂરીયા, ગોવિંદ અને નરેશ ચુડાસમાની ધરપકડ કરવામાં આવી હતી તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરતા કેસની સુનાવણી ચાલવા પર આવી હતી આ કેસ ચાલી જતા એડીશનલ સેશન્સ જજ બંને પક્ષોની દલીલો, રજૂઆતો બાદ પુરાવાને ધ્યાને લઈ આરોપી નરેશ ઉર્ફે કાળુ મનસુખભાઈ ચુડાસમા , ગોવિંદ ઉર્ફે ગોવો નારણભાઈ મનવર અને સુરિયા ને કલમ 304 પાર્ટ એકમાં તકસીરવાનું ફેરવી 10 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો બાદ ચિરાગ ઉર્ફે ચીનાની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ દ્વારા પુરવણી ચાર સીટ રજૂ કરવામાં આવ્યું હતું જે કેસની જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે બીનલબેન રવેસીયા હાજર રહી ફરિયાદી સાહેદોની જુબાની લેવામાં આવેલી અને ફરિયાદને સમર્થન કરેલું તમામ સાહેદ અને જુબાની દસ્તાવેજી પુરાવા લીસ્ટ અને એફ એસ એલ રિપોર્ટ ધ્યાનમાં લેતા તેમજ સરકાર પક્ષની દલીલ ધ્યાને લઈ અદાલતે ચિરાગ ઉર્ફે ચિનાને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી. કલમ 304 હેઠળ 10 વર્ષની, 309 હેઠળ 7 વર્ષની, 1ર0 (બી) હેઠળ સાત વર્ષની, 341 હેઠળ 1 માસની, 387 અને પ06 (ર) હેઠળ પાંચ-પાંચ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારપક્ષ તરફથી એ.પી.પી. બીનલબેન રવેશીયા રોકાયા હતા.

Tags :
Courtcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement