મોટીમારડના દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
ધોરાજી તાલુકાના મોટીમારડ ગામના હાર્દિક કરસન પરમાર સામે તા. 4/6/2025 ના ફરિયાદ દાખલ થયેલી હતી કે તે 15 વર્ષની ભોગ બનનારને ધમકાવી અને પોતાના ઘેર બોલાવતો, અને રાત્રિના સમયે ભોગ બનનાર આશરે 1:00 વાગ્યે આરોપીના ભય હેઠળ તેમના ઘરે જતા, ત્યાં તેણીને બદનામ કરવાનો ભય બતાવી અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો. ફરીયાદના અરસામાં ભોગ બનનારના ઘરે રાત્રે કોઈ ઉઠી જતા, તેમને આ અંગેની માહિતી મળેલી અને ભોગ બનનારનું પ્રોપર કાઉન્સિલિંગ થતા સત્ય હકીકત બહાર આવેલી જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ. આ ફરિયાદ નોંધાયા બાદના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર રોહિતભાઈ વાધીયાએ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરેલી.
ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી અને સરકારી પંચો મારફતે કપડાં કબજે કરી એફએસએલ કચેરીને પણ મોકલી આપેલા હતા અને ભોગ બનનારનું જજ સાહેબ રૂૂબરૂૂનું નિવેદન નોંધાવી ડોક્ટર પાસે તપાસણી પણ કરાવી અને પ્રથમ દર્શનીય કેસ જણાતા તા. 14 જુલાઈ 2025 ના અરસામાં ચાર્જશીટ કરેલું હતું. આ તબક્કે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી ધારદાર દલીલો કરવામાં આવેલી હતી કે, આરોપી તરફથી ડોક્ટર રૂૂબરૂૂ પોતાનું ક્ધફેશનલ સ્ટેટમેન્ટ આપેલું છે કે આરોપી ભોગ બનનારને એક વર્ષથી ઓળખતા હતા અને દૂધેશ્વર મંદિર પાસેના વિસ્તારમાં પણ ભોગ બનનારની મરજીથી શરીર સંબંધ બાંધેલો છે અને ભોગ બનનારની મરજીથી આરોપીએ પોતાના ઘરે પણ શરીર સંબંધ બાંધેલો છે. ભોગ બનનારની ઉંમર માત્ર 15 વર્ષ છે. તે પોતાનું ભલું બુરુ વિચારી શકે નહીં અને કાયદાની ભાષામાં પણ તે શરીર સંબંધની સહમતી આપવા માટે પરિપક્વ નથી.
આ તમામ સંજોગો ધ્યાને લઈને સર્વોચ્ચ અદાલતના પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાને લેવામાં આવે તો આરોપીને તકસીરવાન ઠરાવવો જ જોઈએ. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સ્પેશિયલ પોક્ષો જજ અલી હુસેન મોહીબુલા શેખ સાહેબે આરોપી હાર્દિક કરસન પરમારને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (2) તથા પોક્સો એકની કલમ 6 મુજબ તકસીરવાન ઠરાવીને 20 વર્ષની સજા ફટકારેલ તથા ભોગ બનનારને વળતર ચૂકવવા સરકારને આદેશ કરેલો છે.