For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

02:00 PM Mar 12, 2025 IST | Bhumika
જેતપુર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

જેતપુર પંથકમાં સગીરાનું અપરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે આરોપીને ભોગ બનનાર સાથે રાજસ્થાનથી ઝડપી લીધો હતો. જે કેસમાં પોલીસે માત્ર 9 જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા જેતપુર કોર્ટે સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને જેતપુર પંથકમાં ખેતી કામ કરતા પરિવારની સગીર પુત્રીને મધ્યપ્રદેશનો આશિષ રૂૂપસિંગ રાવત નામનો 20 વર્ષનો યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી નાસી છૂટ્યો હોવાની સગીરાના પરિવારે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપી આશિષ રૂૂપસિંગ રાવત અને ભોગ બનનાર સગીરાને રાજસ્થાનથી ઝડપી લીધા હતા અને સગીરાને તેના પરિવારની સોંપી દીધી હતી બાદમાં ભોગ બનનારે આપવીતી વર્ણવતા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો હતો જે પોકસો એકટના ગુનામાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા માત્ર 9 જ દિવસમાં જેતપુર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ જેતપુર કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી આશિષ રૂૂપસિંગ રાવતને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કેતનભાઇ પંડ્યા રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement