મેફેડ્રોન વેચાણ કરવાના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી અદાલત
બે વર્ષ પૂર્વે કારમાંથી 13 ગ્રામ ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી લોધો’તો
રાજકોટમાં આવેલા કિડવાઇનગર વિસ્તારમાં 13 ગ્રામ મેફેડ્રોન વેચાણના ગુનામાં પકડાયેલ મોનાર રાણા ચીહલાને કોર્ટે પાંચ વર્ષની સખત કેદ અને રૂૂ.50 હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ એસ.ઓ.જી. પી.આઈ. જે. ડી. ઝાલાને મળેલ ખાનગી બાતમીના આધારે તા.24/ 09/ 2023ના રોજ 150 ફુટ રિંગ રોડ, કિડવાઈનગર મેઈન રોડ, સાધના એપાર્ટમેન્ટ, રાજકોટ ખાતે સ્ટાફ સાથે ત્રાટકીને આઈ-20 કારમાં ડ્રાઈવર સાઈડ બેઠેલ ઈસમને કોર્ડન કરી કાર ચાલકને બહાર કાઢી તેની ઝડતી કરતા તેના ખિસ્સામાંથી પારદર્શક કોથળીની અંદર સફેદ કલરનો પીળાશ પડતો માદક પદાર્થ ભરેલ હોય, એફ.એસ.એલ. અધિકારીને બોલાવી સ્થળ પરીક્ષણ કરતાં મેફેડ્રોન હોવાનું જણાવેલ. તેમજ તોલમા5 અધિકારી વજન કરતાં 12.86 ગ્રામ વજન થયેલ. આરોપીને ધોરણસર અટક કરી જેલહવાલે કરેલ.
પુરતો પુરાવો મળતાં ચાર્જશીટ ફાઈલ કરેલ હતું. આ કેસમાં સરકારી વકીલ સમીર ખીરાએ 16 દસ્તાવેજી પુરાવા તથા 6 સાહેદો તપાસ્યા હતા. ઉપરાંત તાજેતરના સુપ્રીમ કોર્ટના લગત ચુકાદાઓ રજૂ કર્યા હતા. જેમાં મેફેડ્રોન એક સીન્થેટિકસ ડ્રગ્સ છે તેને એક વાર લેવાથી આ ડ્રગ્સની નિયમિત આદત પડતી જાય છે, તેવી કાયદાકીય દલીલો ધ્યાને લઈને રાજકોટના સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટ જજ ડી. એસ. સિંઘે આરોપી મોનાર રાણા ચીહલા (ભરવાડ)ને પાંચ વર્ષની સખત કેદ અને રૂૂા.50 હજારનો દંડ કરી સજા ફટકારી હતી. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ સમીર એમ. ખીરા રોકાયા હતા.
