9 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર 55 વર્ષના ઢગાને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા એક 55 વર્ષિય અધેડે એક 9 વર્ષની માસુમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની જે તે સમયે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.બી.રાઠોડ ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલોની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી આરોપી સામે ગુનો સાબીત માની આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂૂા. 50 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના ફરીયાદીની સગીર વયની દિકરી ઉ.વ.9 નામની માસુમ સગીરા ઉપર ભાવનગર શહેરના પ્લોટ નં. 180, કાન્તીનગર, 25 વારીયા, સંસ્કાર વિદ્યાલયની સામે, ફુલસર રોડ, ભાવનગર ખાતે રહેતા હિંમતભાઈ રત્નાભાઈ બઢીયા ઉ.વ.55 નામના શખ્સે એક 9 વર્ષની માસુમ બાળાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ સ્થાનીક પો.સ્ટે. બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ 376(એ)(બી), તથા પોક્સો એક્ટ કલમ 4-6 મુજબ નો ગુનો નોંધાયો હતો.આ અંગેનો કેસ ભાવનગર ના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.બી.રાઠોડ ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ જયેશભાઈ પંડયા તથા વિજય જી. માંડલીયા ની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપીને કસુરવાન ઠેરવી આરોપી સામે પોકસો એક્ટ ની કલમ 3,5,6 મુજબના ગુનામાં આરોપીને કસુરવાન ઠરાવી 20 વર્ષની સજા અને રોકડા રૂૂા. 50 હજારનો દંડ જે દંડ ભોગબનનાર ને ચુકવવો અને રૂૂા. 6,00,000/- કમ્પેન્શેસન સ્કીમાંથી ભોગબનનારને આપવાનો અદાલતે હુકમ કર્યો હતો.