સાયબર ક્રાઈમના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
ડમી એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરી આર્થિક લાભ મેળવતા ગુનો દાખલ થયો’તો
સાયબર ક્રાઈમના ચકચારી કેસમાં બે આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના યુવરાજસિંહ મહેશભાઈ મોરી અને ભાવનગરના કિશોર કાબાભાઈ ઉલ્વાએ શ્રી રામ એન્ટરપ્રાઈઝના નામથી કોર્પોરેટ મરચન્ટ બેન્ક એકાઉન્ટ ખોલવા માટે ભાવનગર ખાતે ભાડાની દુકાન રાખી જરૂૂરી દસ્તાવેજો ઉભા કરી આઈ.ડી.એફ.સી. ફસ્ટ બેન્કમાં એકાઉન્ટ ખોલાવી તથા અન્ય પાંચ, છ એકાઉન્ટ આ નામે ખોલાવી બાદમાં તેવા એકાઉન્ટ આર્થિક લાભ મેળવવાના ઈરાદે સહઆરોપી વિજય ધનવાણીયાને કમીશન પેટે આપતા આ ફરીયાદીના આઈ. સી. આઈ. સી.આઈ. બેન્કના એકાઉન્ટમાંથી શ્રી રામ એન્ટરપ્રાઈઝના આઈ.ડી.એફ.સી. ફસ્ટ બેન્કના એકાઉન્ટમાં અલગ અલગ તારીખે ટોટલ આશરે સાડા અઢાર લાખ રૂૂપીયા જમાં થયેલાનું જણાઈ આવેલ અને તે રીતે આરોપીઓએ પેઢી રજીસ્ટર કરાવી પેઢીના નામે જુદા જુદા બેન્ક એકાઉન્ટ ખોલાવી અર્થિક લાભ સારુ કમિશન ઉપર આપી તેવા ડમી એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરી આર્થિક લાભ મેળવવા ગુનો કર્યો હોવાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. બંને આરોપીએ જેલ મુક્ત થવા ચાર્જશીટ બાદ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે બન્ને આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજુર કરી હતી.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયા હતા.
