ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રૂા.64 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

04:27 PM Jul 09, 2025 IST | Bhumika
Advertisement

હળદરની ખેતીમાં ઉંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓના મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો વિરુદ્ધ રૂૂા.64.80 કરોડની છેતરપિંડીના ગુનામાં એ.એસ. એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. કા. ના 2-પાર્ટનરો શકર રાધાક્રિષ્નન નાયર, સાયનાથ શભાજીરાવ હડોલની રેગ્યુલર અને શ્રીનિવાસ તુલસીદાસ ભુસેવાલની આગોતરા જામીન અરજી રદ કરી છે.

Advertisement

બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર બિગબજાર પાછળ જગન્નાથ પ્લોટ શેરી નં. 2માં રહેતા પ્રશાંતભાઈ પ્રદીપભાઈ કાનાબારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષે 2020 માં તેણે ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ સેન્ટરમાંથી સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન મેળવી નવલનગર વિસ્તારમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લિ. નામની ખેતી પ્રોડક્ટ લે-વેચની કંપની શરૂૂ કરી હતી. જુલાઇ-2021થી સપ્ટેમ્બર-2021 સુધીમાં રૂૂા. 64.80 કરોડ કંપનીમાં કટકે-કટકે જમા કરાવ્યા હતાં. રોકેલા રૂૂા. 64.80 કરોડ પરત નહીં આપી ઓળવી ગયા હતાં.

સાથોસાથ કંપનીએ ત્રણ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબનાં 1 અબજ 94 લાખ ચૂકવ્યા નથી. જે અંગે તેમના વિરૂૂધ્ધ પોલીસ ફરિયાદ પણ થઇ છે. એ.એસ. એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. કા.ના 2-પાર્ટનરો શકર રાધાક્રિષ્નન નાયર, સાયનાથ શભાજીરાવ હડોલની રેગ્યુલર જામીન અરજી અને શ્રીનિવાસ તુલસીદાસ ભુસેવાલની આગોતરા જામીન અરજી કરી હતી. બાદ જામીન અરજીસુનાવણી પર આવતા તેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સજયભાઈ કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આરોપીઓએ ફરીયાદી કપની પાસેથી 65 કરોડ રૂૂપિયા રોકાણ પેટે મેળવેલા છે તેમ છતા આરોપીઓએ નફો કે વળતર કપનીને ચુકવેલ નથી, તેમજ રોકાણની રકમ પરત ચુકવેલ નથી. ખેતી કરવા માટે 3-વર્ષમા કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. આરોપીઓએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમા પણ આ પ્રકારના કલકીત વ્યવહારો કરેલ છે.

જામીન અરજીઓ રદ કરવી જોઈએ. સરકાર તરફે પી.પી. ની તથા મુળ ફરીયાદી તરફે વકીલની કાયદાકિય રજુઆતો ધ્યાને લઈને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ જે. આર. શાહ પાર્ટનરો શકર રાધાક્રિષ્નન નાયર, સાયનાથ શભાજીરાવ હડોલની રેગ્યુલર જામીન અરજી અને શ્રીનિવાસ તુલસીદાસ ભુસેવાલની આગોતરા જામીન અરજી રદ કરી છે.આ કેસમા જિલ્લા સરકારી વકિલ સજયભાઈ કે. વોરા, અધિક સરકારી વિકલ કે. બી. ડોડીયા અને ફરીયાદી કપની ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી. વતી વકિલ શ્યામલભાઈ એસ. સોનપાલ રોકાયેલા હતા.

Tags :
crimefraud casegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement