For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરના દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિની જામીન અરજી ફગાવતી કોર્ટ

01:31 PM Dec 06, 2025 IST | Bhumika
જામનગરના દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિની જામીન અરજી ફગાવતી કોર્ટ

જામનગરના અતિ ચકચારી એવા એક યુવતીને ફાર્મ હાઉસમાં કેફી પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી કેસમાં ફરાર થઈ ગયેલા નગરના ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીને ગુજરાતની હાઇકોર્ટે આગામી 10મી ડિસેમ્બરે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેનો આદેશ કર્યો હોવાથી તેની મુશ્કેલીમાં વધારો થયો છે.

Advertisement

જામનગરના અંબર સિનેમા વિસ્તારમાં રહેતી એક યુવતીને લોન મેળવવાના બહાને ખંભાળિયા હાઈવે રોડ પર આવેલા ’ભગવતી વિલા’ મા લઈ જઈ તેને નશાકારક પ્રવાહી પિવડાવી તેણીની સાથે દુષ્કર્મ ગુજારવા અંગે તેમજ તેણીની વીડિયો ક્લિપ બનાવી લીધા બાદ તેને બ્લેકમેલ કરવા અંગેના ચકચારી પ્રકરણમાં સિક્કા પોલીસ ઉદ્યોગપતિ ને શોધી રહી હતી, દરમિયાન તેણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન માટેની અરજી કરી હતી, જેમાં અદાલતે તેને આગામી 10મી ડિસેમ્બરે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેના આદેશ કર્યો છે જેથી ઉદ્યોગપતિની મુશ્કેલીમાં વધારો થયો છે.

જામનગર તાલુકાના સિક્કા પોલીસ પથકમાં યુવતિ દ્વારા દુષ્કર્મ અંગે નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ સૌપ્રથમ આરોપી ઉદ્યોગપતિ દ્વારા જામનગરની સેસન્સ અદાલતમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ તે અરજી નામંજૂર થઈ હતી.

Advertisement

જેથી તેણે હાઇકોર્ટનું શરણું લીધું હતું, અને ત્યાં પોતાને આગોતરા જામીન પર મુક્ત કરવા માટેની માંગણી કરી હતી, જ્યાં હાઇકોર્ટ દ્વારા તમામ વિગતો ધ્યાનમાં લેવામાં આવી હતી, અને આરોપીને આગામી 10 ડિસેમ્બર 2025 ના રોજ તેના મોબાઈલ ફોન સાથે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેનો આદેશ આપ્યો છે. હાલ આ પ્રકરણ હાઇકોર્ટમાં ચાલતું હોવાથી પોલીસ દ્વારા તેની ધરપકડ થઈ શકી ન હતી, પરંતુ હવે હાઇકોર્ટનો પણ આદેશ આવી ગયો છે, ત્યારે આગામી 10મી ડિસેમ્બરે પોતે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થશે, ત્યારે પોલીસ તેની ધરપકડ કરી શકે છે જેના માટે 7 દિવસ પહેલા માત્ર નોટિસ આપવાની રહેશે, તેમજ જરૂૂર જણાય તો તેના રિમાન્ડ પણ મેળવી શકે છે. ઉપરાંત તેનો મોબાઇલ ફોન કબજે કરી લઇ વધુ પુરાવાઓ મેળવવા ના ભાગ રૂૂપે તેની કોલ ડીટેઇલ માટેની કાર્યવાહી પણ થઈ શકે છે. આથી હાઇકોર્ટ ના આ દેશના પગલે આગામી દિવસોમાં ઉદ્યોગપતિ વિશાલ મોદીની મુશ્કેલીઓ વધી શકે તેમ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement