ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં વીજશોક આપ્યાના પ્રકરણમાં DCB તત્કાલીન PI વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો હુકમ

04:38 PM Nov 27, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટમાં ખેત જણસો સહિતની આયાત નિકાસ કરતી બે પેઢીઓના માલિકોએ ધંધાકીય વ્યવહારો પેટે દોઢ કરોડનો હવાલો વસુલવા એગ્રો ફ્લોર મિલધંધાર્થીને તત્કાલીન ડીસીબી પીએસઆઇ બોરીસાગર અને સ્ટાફે કચેરીમાં ગોંધી રાખી ઢોરમાર મારી ગુપ્તાંગમાં વીજશોક આપ્યાની કોર્ટ ફરિયાદમાં ચીફ કોર્ટ દ્વારા હાલના પીઆઇ અને તત્કાલીન પીએસઆઇ ભરતભાઇ બોરીસાગર સામે ગુનો રજિસ્ટર કરવા હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત એવી છે કે, ખોડિયાર એગ્રો. ફલોર મિલ્સ પ્રા. લી.વાળા રોહિત હેમંતભાઈ ચંદ્રાલાએ ધ્વની ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમને માલ વહેંચેલ તેના બદલામાં રૂૂપિયા લેવાના બાકી હતા અને આ ધ્વની ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમના માલીકે દિલીપભાઈ રણછોડભાઈ સખીયા પાસેથી રૂૂા. 1.50 કરોડ પુરા વ્યાજે લીધેલ હતા. જેનું વ્યાજ ચુકવતા હતા, દરમિયાન આ બાલાજી એકઝીમ અને ધ્વની ઈન્ટરનેશનલએ રોહિત હેમંતભાઈ ચંદ્રાલાને માલ પેટેના રૂૂપિયા જમા કરાવેલ, જે વસૂલવાનો હવાલો દિલીપભાઈ રણછોડભાઈ સખિયાએ રાજકોટ એલ.સી.બી. કચેરીના તત્કાલીન પીએસઆઇ ભરતભાઈ બોરીસાગરને હવાલો આપેલ.

જેમાં ભરતભાઈ બોરીસાગરે રોહિતભાઈ ચંદ્રાલાને તા. 31/ 07/ 2023ના રોજ ગોંધી રાખી અસહ્ય માર મારી ગુપ્તાંગમાં 10થી 15 વખત શોર્ટ આપેલ. જેની ફરીયાદ રોહિત ચંદ્રાલાએ રાજકોટની ચીફ કોર્ટમાં દાખલ કરી હતી અને તા. 11/ 07/ 2023ના રોજ એલ.સી.બી. પી.એસ.આઈ. ભરતભાઈ બોરીસાગર અને તેના સ્ટાફના 7 માણસો યશવંત રણછોડભાઈ સખીયા, દિલીપ રણછોડભાઈ સખીયા, નરેન્દ્રભાઈને કોર્ટ સમક્ષ હાજર રહેવા નોટિસ કાઢવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર કેસ ચાલી જતા રાજકોટ ચીફ કોર્ટ દ્વારા ભરતભાઈ બોરીસાગર વિરુધ્ધ આઈ.પી.સી કલમ:- 323, 504, 506(2) વિગે2ે મુજબ ગુન્હો રજિસ્ટર કરવા હુકમ ફરમાવેલ છે.
આ કામે ફરીયાદી વતી કોર્ટમાં વકીલ તરીકે ધારાશાસ્ત્રી મેઘરાજસિંહ એમ. ચુડાસમા રોકાયા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement