સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને હાઇકોર્ટે જામીન ઉપર છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ થાનગઢ શહેરમાં રહેતી 14 વર્ષ અને 4 માસની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી વિશાલ ઉર્ફે ડાકુ જેન્તી ગાંગડીયા નામના શખ્સે દુષ્કર્મ ગુર્જાયા અંગેની થાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો, અપહરણ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી વિશાલ ઉર્ફે ડાકુની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા વિશાલ ઉર્ફે ડાકુએ સેશન્સ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતા જે હુકમથી નારાજ થઇ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.
જે જામીન અરજી સુનાવણી પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત-મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પૂરાવાને ધ્યાને લઇ ન્યાયધીશે વિશાલ ઉર્ફે ડાકુની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. બચાવ પક્ષના એડવોકેટ તરીકે રણજીત મકવાણા, જીગ્નેશ સભાડ, યોગેશ જાદવ, વિરલ ચૌહાણ અને મદદનીશમાં અભય ચાવડા, વિક્રમ કિહલા અને હાઇકોર્ટમાં એમ.એસ.પાડલીયા રોકાયા હતા.