ભાંગ-ગાંજાનાં છોડનું વાવેતર કરનાર ખેડૂતને શંકાનો લાભ આપી મુક્ત કરતી કોર્ટ
વિંછીયા તાલુકાના મોઢુકા ગામની સીમમાં વાડીમાં 205 કિલો ભાંગ-ગાંજાનાં છોડનું વાવેતર ઝડપાયાના કેસમાં ખાસ અદાલતે આરોપી ખેડૂતને શંકાનો લાભ આપી છૂટકારો ફરમાવ્યો છે. કેસની પ્રાપ્ત હકિકતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી અને મળેલ બાતમીના આધારે તારીખ 17/ 11/ 2015ના રોજ વિછીંયા તાલુકાના મોઢુકા ગામની સીમમાં સોનાકુબા વિસ્તારમાં આવેલ વિનોદ ઉર્ફે વિનુ પમાભાઈ ઘરજીયાની વાડીમાં રેડ કરી ગાંજાનું વાવેતર 205 કિલો 675 ગ્રામ (ભાંગ-ગાંજાનાં લીલા છોડ) કિંમત રૂૂા. 6,17,025/- નો મુદામાલ કબ્જે કરેલ હતો. જે અંગેની ફરીયાદ વિંછીયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિનોદ ઉર્ફે વિનુભાઈ ઘરજીયા વિરૂૂધ્ધ નોંધાવવામાં આવી હતી. આ કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલવા માટે આવતા સરકાર તરફે કુલ-6 સાક્ષીઓની જુબાની નોંધવામાં આવેલ હતી અને તેના સમર્થનમાં અલગથી કુલ-26 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ રાખવામાં આવેલ હતા. બંને પક્ષની રજૂઆતો અને પુરાવો બાદ સમગ્ર કેસ આખરી દલીલોના તબક્કે પહોંચતા સરકાર પક્ષ દ્વારા મૌખીક અને લેખીત દલીલો પછી બચાવપક્ષની દલીલોમાં બચાવપક્ષ દ્વારા વિગતવારની મૌખીક દલીલ કરવામાં આવેલ હતી કે બંને પંચો ફરીયાદપક્ષના કેસને સમર્થન આપતા નથી તેમજ કોઈ સ્વતંત્ર સાહેદ ફરિયાદપક્ષના કેસને સમર્થન આપતા નથી. સાથે દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે પોલીસના કેસ મુજબ કબ્જે ક2વામાં આવેલ મુદ્દામાલ આજદિન સુધી કોર્ટમાં 2જુ ક2વામાં આવેલ નથી કે તે મુદ્દામાલ નાશ કર્યા અંગેનું એન.ડી.પી.એસ.ની કલમ-52 (એ) નું કોઈ સર્ટિફિકેટ પણ આ કામે રજુ રાખવામાં આવેલ નથી.
જે હકિકત પ્રોસીક્યુશનના કેસની
મોટી ક્ષતિ ઉજાગર કરે છે. તેમજ દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા રજુ કરવામાં આવ્યા હતા. જે ધ્યાને લઇ સ્પેશ્યલ કોર્ટે જમીન આરોપી વિનુભાઈના સ્વતંત્ર માલિકીની છે તેમજ તેમાં ગાંજાનું વાવેતર કરવામાં આવેલ છે તેવી કોઈ હકિકત રેકર્ડ પર આવેલ નથી. તેમ ઠરાવી આરોપી વિનોદ ઉર્ફે વિનુ પમાભાઈ ઘરજીયાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ રોકાયા હતા.