મેફોડ્રોન ડ્રગ્સના કેસમાં મુંબઈના શખ્સને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
રાજકોટમાં બે વર્ષ પૂર્વે ડ્રગ્સનો કાળો કારોબાર કરવા આવેલા બોમ્બેના શખ્સને પોલીસે 130.84 ગ્રામ "મેફોડ્રોન" ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. જે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા મુંબઈના શખ્સને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ વર્ષ 2023માં રાજકોટ એસઓજીની ટીમે બાતમી આધારે 150 ફુટ રીંગ રોડ પર સાધના એપાર્ટમેન્ટમાંથી મુંબઈના બ્રિજેશ ઉદયલાલ પાનિવાલ અને મોનાર નામના શખ્સને 130.84 ગ્રામ "મેફોડ્રોન" ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. જે ડ્રગ્સનો જથ્થો મુંબઈના હાર્દિક હર્ષદભાઈ પરમાર પાસેથી ખરીદ કર્યો હોવાની ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત આપતા પોલીસે હાર્દિક પરમારની પણ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસ એનડીપીએસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ આરોપી હાર્દિક પરમારના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ એનડીપીએસ કોર્ટે આરોપી હાર્દિક પરમારને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી મુકેશ આર. ભટ્ટી, સહાયક રાજ એમ. ભટ્ટી, ઉદીત આંબલીયા અમે ધિગ્માંશ એમ. ભટ્ટી રોકાયા હતા.
