લૂંટ, દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
લોધીકાના ખાંભા ગામેથી નિવસ્ત્ર હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. જે પ્રકરણમાં લૂંટ, દૂષ્કર્મ અને હત્યાના ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં સંડોવાયેલા આરોપીને કોર્ર્ટેે નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે. તા. 14/04/2020 ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણી સ્ત્રીની અર્ધ નગ્ન હાલતમાં લાશ મળી આવેલ હતી.જેની વાડી માલિકે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવેલી હતી. લોધિકા પોલીસે તપાસ કરતા આરોપી અનીલ ઉર્ફે અજય હીરાભાઈ વાળા (રહે.મૂળ ગામ કીડી કરીયાની તા.બાબરા) હાલ ગાંધીગ્રામ શ્યામનગર રાજકોટ)ની ધરપકડ કરી આઈ.પી.સી.કલમ 302,392,376 વિગેરે મુજબ ગુન્હો નોધીને આરોપીને સેશન્સ કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલો હતો.
આ કેસમાં પોલીસ દ્વારા ચાર્જસીટ કરવામાં આવેલું હતું, ત્યારબાદ આરોપી સામે કોર્ટ દ્વારા ચાર્જફ્રેમ કરી કેસ ચલાવવામાં આવ્યો હતો, પ્રોસીક્યુશન દ્વારા 18 સાહેદોને તપાસમાં આવ્યા હતા, પ્રોસીક્યુશનના સાહેદો તેમજ પી.એમ.કરનાર ડોક્ટર, મૃતકના સગા,નજરે જોનારા સાહેદો તપાસ કનારનાર અધિકારી વિગેરેની બચાવપક્ષના વકીલ દ્વારા ઝીણવટભરી ઉલટ તપાસ કરવામાં આવેલ હતી, બચાવ પક્ષના વકીલ દ્વારા નજરે જોનારા સાહેદોના નિવેદનમાં વિરોધાભાસ હોય જે અંગે કોર્ટનુ ધ્યાન દોર્યું હતું.આરોપી પાસેથી કબ્જે કરેલ દાગીના અંગે કોઈ પુરાવો ન મળતા તેમજ કેસમાં આરોપી સામે 376 કે 392 ના પ્રથમ દર્શનીય પુરાવો ક્યાંય રેકર્ડ ઉપર નથી તેમજ વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરેલી અને વિવિધ મુદ્દા ઉપર ધારદાર દલીલો કરવામાં આવી હતી. બચાવપક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ આરોપી અનીલ ઉર્ફે અજય હીરાભાઈ વાળાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં આરોપીના વકીલ તરીકે ગોંડલના વિજયરાજસિંહ એસ.જાડેજા તેમજ એચ.કે.ચનિયારા રોકાયેલા હતા.