રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

છેતરપિંડી અને મરવા મજબૂર કરવાના કેસમાં દંપતીને 7-7 વર્ષની જેલ અને બે લાખનો દંડ

05:29 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ નજીક એકતા સોસાયટીમાં રહેતા પ્રોઢ મહાપાલિકા નું આવાસ અપાવી દેવાનું કહી રૂૂપિયા 1.80 લાખ કટકે કટકે લઇ ક્વાર્ટર અને પૈસા પાછા નહિ આપી છેતરપિંડી કરી ને મરવા મજબૂર કરવાના ગુનાનો કેસ ચાલી અદાલતે સુસાઇડ નોટ ના આધારે દંપતીને સાત સાત વર્ષની કેદ અને રૂૂપિયા બે લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ જામનગર રોડ પર આવેલા પર આપી પડ્યા ગામ સોસાયટીમાં રહેતા અનિલભાઈ મચ્છોયા નામના 45 વર્ષીય પ્રોઢએ ગત તારીખ 14 /7/ 2017 ના રોજ પોતાના ઘરે ગળાફાસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક અનિલભાઈના પત્ની ભારતીબેન મૃતકની સુસાઇડ નોટ ના આધારે હારૂૂનભાઇ અને તેમના પત્ની વહીદાબેન સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે કબજે કરેલી સ્યુસાઈડ નોટ મા પતિને થોડા દિવસ પહેલા મહાપાલિકાના આવાસ ફોર્મની ડિપોઝિટ પરત મેળવવાના ફોર્મ અરજી આપેલી જેમાં સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આત્મહત્યા પાછળ હારુન અને વહીદાબેન દ્વારા ક્વાર્ટર અપાવી દેવાનું કહી રૂૂપિયા 1.80 લાખની છેતરપિંડી કરી હતી રૂૂપિયાની ઉઘરાણી કરતા કોઈને કહેતો નહીં નહિતર તમારી પણ હાલત આવી થશે તેવી ધમકી આપતા પગલું ભરી લીધાનું કહેતા પોલીસે દંપત્તિ ની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓ સામે પુરતો પુરાવો આવતા ચાર્જશીટ ફાઈલ કરેલ અને કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓ વહીદાબેન હારૂૂનભાઈ રામોદીયા અને હારૂૂનભાઈ સતારભાઈ રામોદીયાને તકસીરવાન ઠરાવી 77 વર્ષનીસખત કેદની સજા અને રૂૂ. બે લાખનો દંડ ફટકાર્યો છે. સદરહુ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયેલ હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement